વડોદરા: બરોડા ક્રિકેટ એસોસીયેશનના નવ નિર્મિત કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજે ભારત અને વેસ્ટઇંડિઝની મહિલા ટીમો વચ્ચે વન-ડે સીરીઝની પ્રથમ ડે-નાઈટ મેચ શરૂ થઈ ગઈ છે. મેચ પહેલા ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમોએ ભરપુર પ્રેક્ટિસ કરી હતી. આજની આ મેચને લઈને કોટંબી સ્ટેડિયમ અને સ્ટેડિયમની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીસીએના ખજાનચી શીતલ મહેતાએ જણાવ્યું હતું કે ‘મેચની ટિકિટોના વેચાણને પ્રબળ પ્રતિસાદ મળ્યો છે. BCAની વિવિધ કમિટીઓએ આ વન-ડે સીરીઝને સફળ બનાવવા માટે ભારે પ્રયાસ કર્યા છે.
ગ્રાઉન્ડમાં મેચ જોવ અભીડ ઉમટી:
આજરોજ કોટંબી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં શહેરીજનો આ ક્રિકેટ નિહાળવા માટે ઉમટી પડ્યા છે. પરંતુ, વડોદરા શહેરમાં નવીનીકરણ બાદ પ્રથમ વખત કોટમ્બી ગ્રાઉન્ડ ખાતે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આંતરરાષ્ટ્રીય મેચ યોજવા જઈ રહી છે. ત્યારે શહેરના અને આસપાસના વિસ્તારના ક્રિકેટ ચાહકો ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે પોતાના શરીર ઉપર ત્રિરંગાના અલગ અલગ ટેટુ બનાવીને આવ્યા છે, તો કેટલાક લોકો ભારત માતાના 'જયનાદ' સાથે કોટમ્બી ગ્રાઉન્ડમાં પ્રવેશ્યા હતા. એટલું જ નહીં પરંતુ કેટલાક ક્રિકેટ ચાહકો તો ભારતના અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસિંગ પણ આ મેચ નિહાળવા માટે આવ્યા છે.
ટ્રેડિશનલ ડ્રેસમાં ચાહકો મેચ જોવા આવ્યા:
22,25 અને 27મી ડિસેમ્બર 2024ના રોજ ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 મેચની વનડે શ્રેણી યોજાશે. પહેલીવાર આ અધ્યતન વૈશ્વિક મંચ ઉપર ભારતીય મહિલા ક્રિકેટરો તેમનું શાનદાર પ્રદર્શન કરતાં દેખાશે.થોડીકજ ક્ષણોમાં બંને ટીમો વચ્ચે જંગ ખેલાયો. પ્રથમ બે મેચ ડે-નાઇટ મેચ અને ત્રીજી મેચ ડે મેચ હશે. કોટંબી સ્ટેડિયમ, તેની અદ્યતન સુવિધાઓ અને આધુનિક આર્કિટેક્ચર માટે જાણીતું છે. આ નવ નિર્માણ સ્ટેડિયમની આધુનિક રચના દર્શકોને મેચ જોવાના અનુભવને યાદગાર બને તે રીતે કરવામાં આવી છે, જેમાં પૂરતી બેઠક, અદ્યતન ટેકનોલોજી અને ખેલાડીઓ અને ચાહકો માટે ઉત્તમ સુવિધાઓથી સજ્જ કરાયું છે.
લાઈવ સ્કોર:
પ્રથમ વનડે મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. ભારતની ઓપનિંગ જોડીમાં આજે પ્રતિકા રાવલે વનડેમાં ડેબ્યૂ કર્યું છે. બંને ખેલાડી ખૂબ જ ધીરજપૂર્વક મેદાનમાં પર રમી રહ્યા છે. હાલ સ્મૃતિ મંધાના 58 બોલ પર 44 રન અને પ્રતિકા 59 બોલ પર 34 રન પર રમી રહ્યા છે.
આ પણ વાંચો: