ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં વપરાયેલી, બે પિસ્તોલ સુરતની તાપી નદીમાંથી મળી - Salman Khan Firing Case - SALMAN KHAN FIRING CASE

સલમાન ખાનના ઘરે ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી બે પિસ્તોલને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાંથી શોધી કાઢી છે. બે દિવસથી મુંબઈની ક્રાઈમ બ્રાન્ચના ટોચના અધિકારીને ટીમે સુરતમાં ધામા નાખ્યા છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે.

Etv BharatSALMAN KHAN FIRING CASE
Etv BharatSALMAN KHAN FIRING CASE

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 5:42 PM IST

Updated : Apr 23, 2024, 7:15 PM IST

સુરતની તાપી નદીમાંથી મળી બે પિસ્તોલ અને કારતૂસ

સુરત:સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં આખરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આરોપીઓએ જે પિસ્તોલથી સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરી હતી, તે પિસ્તોલ સુરત શહેરના તાપી નદીના અંદરથી મળી આવ્યા છે. મુંબઈના બે મરીન એક્સપર્ટ ડ્રાઇવરને લઈ મુંબઈ પોલીસ છેલ્લા બે દિવસથી સુરતમાં હતી, સાથે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનાર આરોપીઓને પણ મુંબઈ પોલીસ સુરત લઈને આવી હતી.

સુરતમાં મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક અને ટીમ

સુરતની તાપી નદીમાં તેઓએ પિસ્તોલ ફેંકી દીધી હતી:સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યા બાદ ટ્રેનથી આરોપીઓ સુરત પહોંચ્યા હતા અને રેલવે સ્ટેશનથી રીક્ષા કરી તેઓ તાપી નદી કિનારે પહોંચ્યા હતા. અશ્વિનીકુમાર વિસ્તારમાં પહોંચીને તેઓએ તાપી નદીમાં આ બંને પિસ્તોલ અને ચાર કાર્તુસ તાપી નદીમાં ફેંકી દીધા હતા. ગુજરાતના ભુજથી ઝડપાયેલા બંને આરોપીઓની મુંબઈ પોલીસે જ્યારે પૂછપરછ હાથ ધરી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ફાયરિંગ કર્યા બાદ તેઓ સુરત આવ્યા હતા અને સુરતની તાપી નદીમાં તેઓએ પિસ્તોલ ફેંકી દીધી હતી. આશરે 10 જેટલા મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આરોપીને લઈ સુરત પહોંચ્યા હતા.

9 મીટરની ઊંડાઈમાંથી અમને બે પિસ્તોલ મળી આવી:આ સમગ્ર મામલે મુંબઈ પોલીસના અધિકારી દયા નાયક ઇટીવી ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી ટીમ સતત 28 કલાકથી પણ વધુ સમયથી આ સમગ્ર મામલે સુરતમાં તપાસ હાથ ધરી હતી. આરોપિયોના જણાવ્યા મુજબ, અમે જે તે સ્થળ ઉપર પહોંચ્યા હતા. મરીન બે એક્સપર્ટ ડ્રાઇવરને લઇ અમે અહીં આવ્યા હતા સાથે તાપી નદીના અડધા કિલોમીટરના રેન્જમાં અમે સતત તપાસ હાથ ધરી હતી. તાપી નદીના 9 મીટર ની ઊંડાઈમાંથી અમને બે પિસ્તોલ મળી આવી છે. 4 મેગઝીન પણ મળી આવ્યા છે. જેમાં 17 જેટલી કાર્તુસ છે. આરોપી અને સાથે રાખીને અમે તપાસ હાથ ધરી હતી.

રેલ્વે સ્ટેશનથી રીક્ષા લઈ અશ્વિનીકુમાર પહોંચ્યા: આરોપીઓ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યા બાદ મુંબઈથી સુરત આવ્યા હતા તેઓ રેલ્વે સ્ટેશનથી રીક્ષા લઈ અશ્વિનીકુમાર પહોંચ્યા હતા અને તાપી નદીમાં બંને પિસ્તોલ ફેંકીને તેઓ રવાના થઈ ગયા હતા. અશ્વિનીકુમાર સમશાન નજીક સ્મશાન ભૂમિ છે ત્યાં નજીક જ રેલ્વે ટ્રેક છે તેઓ તે રસ્તા પર જઈને તાપી નદી કિનારે સુધી પહોંચ્યા હતા અને તાપી નદીમાં પિસ્તોલ ફેંકીને તેઓ ત્યાંથી જ વિદેશમાં બેસેલા અનમોલ બિશ્નોઇને વીડિયો કોલ કરી બતાવ્યું હતું કે તેઓએ ક્યાં પિસ્તોલ ફેંકી છે તે જણાવ્યું હતું.

આરોપીઓએ કરી કબુલાત: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ના તમામ અધિકારીઓ જેમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સામેલ હતા તેઓ 28 કલાકથી સુરત શહેરના તાપી નદી પર નજર રાખી રહ્યા હતા. તાપી નદી ની ઉપર આવેલા રેલ્વે ટ્રેક ના ત્રણ પિલર સુધી તેઓએ શોધખોળ કરાવી હતી આશરે 365 મીટર ના રેન્જમાં તેઓએ પિસ્તોલ ની શોધ ખોળ કરી હતી. આરોપી વીકી ગુપ્તા અને સાગર પાલે જે પણ જાણકારી આપી છે તે અંગે સતત મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. અનમોલ બિસ્નોઈ સાથે તેઓએ શું વાત કરી છે તે અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. વિકી ગુપ્તા મૂળ બિહારનો રહેવાસી છે તેની ઉંમર 24 છે જ્યારે સાગરપાલ માત્ર 21 વર્ષનો છે.

  1. સલમાન ખાન ફાયરિંગ કેસઃ આરોપીએ અભિનેતાના ઘરેથી લોરેન્સ બિશ્નોઈના નામે કેબ બુક કરાવી હતી, પોલીસે કરી ધરપકડ - Salman Khan Firing Case
Last Updated : Apr 23, 2024, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details