હૈદરાબાદ: ગુજરાતી સિંગર અને ત્યારબાદ બોલીવુડમાં પણ પોતાના અનોખા અવાજ અને ગીતિથી ચાહકોમાં લોકપ્રિય દર્શન રાવલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. દર્શન રાવલ કે જે એક સમયે નવ તરુણીઓ વચ્ચે બેચલર બોય તરીકે ફેમસ હતો તે આજે તેની 'બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર' સાથે લગ્નના બંધનમાં બંધાયો છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, દર્શને તેની 'બેસ્ટ ફ્રેન્ડ' ધરલ સુરેલીયા સાથે લગ્નના સાત ફેરા લીધા છે. 18 જાન્યુઆરી 2025, એટલે કે ગઈ કાલે દર્શન અને ધરલ એ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના લગ્નના ફોટો મૂક્યા હતા. લગ્નના સુંદર ફોટો સાથે દર્શને કેપ્શનમાં લખ્યું હતું કે, 'માય બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર.' ફોટો પોસ્ટ કરતા જ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં બંનેને લગ્નની વધામણીના મેસેજ આવવા લાગ્યા હતા.
ફોટોમાં જોઈ શકાય છે કે દર્શન અને ધરલ બંને પરંપરાગત પોશાક ચણિયાચોળી અને શેરવાનીમાં ખૂબ સરસ દેખાઈ રહ્યા છે. ધરલ એ લાલ કલરનો લહેંગા સાથે ગોલ્ડન ઘરેણાં પહેર્યા હતા જ્યારે દર્શન એ ઓફ વ્હાઇટ શેરવાની પહેરી હતી.