હૈદરાબાદ : નવાઝુદ્દીન સિદ્દીકી, રોહન મેહરા, શ્રેયા ધન્વંતરી અને ડાયના પેન્ટી સ્ટારર સુપરનેચરલ અને સસ્પેન્સફુલ ફિલ્મ અદભૂતનું ટ્રેલર આજે 24 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવ્યું છે. નવાઝુદ્દીન ફિલ્મ અદભૂતમાં જાસૂસના રોલમાં જોવા મળશે. અદભૂતનું ટ્રેલર રુવાડા ઉભા કરી દેશે. તેમાં અલૌકિક શક્તિઓ છે તેમજ તે એકદમ સસ્પેન્સફુલ છે. આ ફિલ્મનું નિર્દેશન સાબીર ખાને કર્યું છે. ચાલો જાણીએ કેવું છે અદભૂતનું ટ્રેલર.
અદભૂતનું ખૌફનાક ટ્રેલર :અદભૂતનું ટ્રેલર ફિલ્મના લીડ કપલ રોહન મેહરા અને શ્રેયા વચ્ચેની વાતચીતથી શરૂ થાય છે, પછી બંને ઈન્ટિમેટ થતા જોવા મળે છે. રોહન અને શ્રેયા ઈન્ટિમેટ થઈ રહ્યા હોય છે, ત્યારે અચાનક ઘરનો દરવાજો ખુલે છે અને પછી એક અદ્રશ્ય દુષ્ટ શક્તિનો ખેલ શરૂ થાય છે. આ દુષ્ટ શક્તિ કોણ છે, શા માટે આવી છે અને રોહન-શ્રેયા પાછળ શા માટે પડી છે, તે જાણવા માટે નવાઝુદ્દીન સિદ્દીકી ટ્રેલરમાં ડિટેક્ટીવ તરીકે પ્રવેશે છે.