મુંબઈ:મહારાષ્ટ્રના મુંબઈની 13 બેઠકો પર આજે પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન બોલિવૂડની તમામ હસ્તીઓ મતદાન કરવા માટે આવી હતી. આ દરમિયાન બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પણ ચુસ્ત સુરક્ષા વચ્ચે મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. હાલમાં જ સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારના કારણે સલમાન ખાન કડક સુરક્ષા વચ્ચે મતદાન કરવા આવ્યો હતો. દબંગમાં તેની કો-સ્ટાર સોનાક્ષી સિન્હાએ પણ મતદાન કર્યું હતું.
હાઈ સિક્યોરિટી વચ્ચે વોટ આપવા આવ્યો સલમાન: બોલિવૂડના 'ભાઈજાન' સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કારણે તે હાઈ સિક્યુરિટી વચ્ચે વોટ આપવા આવ્યો હતો. તે ગાર્ડની વચ્ચે કારમાંથી નીચે ઉતરતો જોઈ શકાય છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મુંબઈમાં પાંચમા તબક્કાના મતદાનમાં સલમાન ખાન ઉપરાંત શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, સની દેઓલ, બોબી દેઓલ, રેખા, વરુણ ધવન, અનન્યા પાંડે જેવા સ્ટાર્સે પણ મતદાન કર્યું હતું.