મુંબઈ:બોલિવુડની પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્દેશક ફરાહ ખાનની માતા મેનકા ઈરાનીનું આજે મુંબઈમાં નિધન થયું છે. 12 જુલાઈના રોજ ફરાહ ખાને તેનો 76મો જન્મદિવસ તેના ભાઈ સાજિદ ખાન સાથે ઉજવ્યો હતો. ફરાહ ખાન અને સાજિદ ખાને તેમની માતાને જન્મદિવસની શુભેચ્છા આપતા સોશિયલ મીડિયા પર એક-એક પોસ્ટ પણ શેર કરી હતી. આ પોસ્ટમાં ફરાહ ખાને તેની માતા માટે ઘણી વાતો લખી હતી. હવે ફરાહ ખાનની માતાના નિધન પર સેલેબ્સે શોક વ્યક્ત કરી રહ્યા છે.
ફરાહ ખાને 12 જુલાઈના રોજ તેની માતા સાથેની એક તસવીર શેર કરી હતી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ તસવીર શેર કરતી વખતે ફરાહ ખાને લખ્યું હતું કે, અમે બધા અમારી માતાને હળવાશથી લઈએ છીએ...ખાસ કરીને મને!, ગયા મહિને તે સ્પષ્ટ થઈ ગયું છે કે હું મારી માતાને કેટલો પ્રેમ કરું છું, મેં મારા જીવનમાં ક્યારેય આટલી મજબૂત અને બહાદુર સ્ત્રી જોઈ નથી, ઘણી સર્જરીઓમાંથી પસાર થયા પછી પણ તેની રમૂજની ભાવના અદ્ભુત છે, હેપ્પી બર્થ ડે મમ્મી, આજે એક સારો દિવસ છે કે તમે પાછા આવ્યા છો, તમારી સાથે ફરી લડવા માટે રાહ જોઈ શકતો નથી, હું તને પ્રેમ કરું છું મમ્મી.