નવી દિલ્હી:કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો, નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઘટી ગયો અને નિફ્ટી 50 23,250 ની નીચેના સ્તર પર રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપમાં ભારે વેચાણ જોવા મળ્યું હતું અને BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં એક-એક ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
BSE-લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ પાછલા સત્રમાં રૂ. 424 લાખ કરોડથી ઘટીને રૂ. 419 લાખ કરોડ થયું, જેના કારણે રોકાણકારોને લગભગ રૂ. 5 લાખ કરોડનું નુકસાન થયું.
આ કારણોસર બજાર તૂટ્યું
નબળા વૈશ્વિક સંકેતો:ભારતીય શેરબજારે નબળા વૈશ્વિક સંકેતો પર પ્રતિક્રિયા આપી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફની જાહેરાત કર્યા પછી સોમવારે મુખ્ય એશિયન બજારોમાં ઘટાડો થયો હતો, જેના કારણે વ્યાપક વેપાર યુદ્ધની ચિંતા વધી હતી. જેનો વૈશ્વિક આર્થિક વિકાસ પર અસર પડી શકે છે.
ટ્રમ્પ ટેરિફથી બજારની ધારણા પર અસર પડી:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ડ્યુટી લગાવી છે. અમેરિકાના સૌથી મોટા વેપારી ભાગીદાર ચીનથી થતી આયાત પર પણ 10 ટકા ડ્યુટી લાદવામાં આવી છે. જવાબી ટેરિફ લાદવાની પ્રક્રિયા ચાલી રહી છે. નિષ્ણાતો માને છે કે, ટ્રમ્પની ટેરિફ નીતિ ટેરિફ યુદ્ધ તરફ દોરી શકે છે, જે વૈશ્વિક અર્થતંત્રને પાટા પરથી ઉતારી શકે છે.
આ પણ વાંચો:
- શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સ 442 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 23,319 પર
- ફેબ્રુઆરી મહિનામાં આટલા દિવસો બેંકો બંધ રહેશે, ક્યારે અને કઈ તારીખે છે બેન્કોમાં રજા, જુઓ સંપૂર્ણ યાદી