મુંબઈ :22 ફેબ્રુઆરી, ગુરુવાર વીકલી એક્સપાયરીના દિવસે શેરબજારમાં જબરદસ્ત એક્શન જોવા મળ્યું છે. નજીવા વધારા સાથે ખુલ્યા બાદ ઓપન માર્કેટમાં સુસ્ત કારોબાર નોંધાયો છે. બજારમાં બેન્કિંગ સેક્ટરમાં દબાણ છે. જ્યારે આઈટી, ઓટો અને મેટલ સેક્ટરમાંથી તેજી જોવા મળી છે. BSE Sensex 72,600 અને NSE Nifty 22,000 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
શેરબજારની સુસ્ત શરૂઆત : 22 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ BSE Sensex ગત 72,623 ના બંધ સામે 54 પોઈન્ટના વધારા સાથે 72,677 ના મથાળે લીલા નિશાનમાં ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 22,055 ના બંધની સામે 26 પોઇન્ટ અપ 22,081 ના મથાળે લીલા નિશાનમાં સપાટ ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, સુસ્ત શરુઆત બાદ BSE Sensex અને NSE Nifty માં એક્શન જોવા મળ્યું છે. શરૂઆતમાં જ બંને તમામ સૂચકાંક ગગડીને રેડ ઝોન ટ્રેડ કરી રહ્યા છે.