મુંબઈ : આજે 2 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલતા રોકાણકારોમાં નફાની આશા જાગી છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty સહિત Nifty IT તથા Bank પણ વધારા સાથે ઊંચા મથાળે ખુલ્યા હતા. BSE Sensex 332 પોઈન્ટના વધારા સાથે 71,977 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty પણ 116 પોઇન્ટ વધીને 21,813 ના મથાળે ખુલ્યો હતો. શેરબજારના IT, PSU બેન્ક, રિયલ્ટી અને મીડિયા સેક્ટરમાં સૌથી વધુ લેવાલી નોંધાઈ રહી છે.
ભારતીય શેરબજાર : આજે 2 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ BSE Sensex અગાઉના 71,645 ના બંધ સામે 332 પોઈન્ટના વધારા સાથે 71,977 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty અગાઉના 21,697 ના બંધની સામે 116 પોઇન્ટનો સુધારો નોંધાવી 21,813 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, શરૂઆતી કારોબારમાં જ BSE Sensex અને NSE Nifty મજબૂત ટ્રેન્ડ કરી રહ્યા છે.
ગ્લોબલ શેરમાર્કેટ :અમેરિકન બજારોમાં મજબૂત રિબાઉન્ડ સાથે DOW 370 પોઈન્ટના ઉછાળા બાદ ડે હાઈ પર બંધ રહ્યો હતો. ઉપરાંત નાસ્ડેક, S&P 500, રસેલ 2000 1.25% તેજી નોંધાઈ છે. બોન્ડ યીલ્ડ 3.9% ગગડ્તા બજારને ટેકો મળ્યો છે. IT દિગ્ગજો વચ્ચે જોરદાર એક્શન છે, મેટાએ પ્રથમ વખત ડિવિડન્ડની જાહેરાત સાથે 50 બિલિયન ડોલર બાયબેકની પણ જાહેરાત કરી હતી. ઉપરાંત પોસ્ટ માર્કેટ ટ્રેડિંગમાં મેટા શેર 15% ઉછળ્યો છે. Apple ના પરિણામો સારા પરંતુ નબળા iPhone વેચાણને કારણે નિરાશા સાથે પોસ્ટ-માર્કેટ ટ્રેડિંગમાં શેર 4% ઘટ્યો છે.
વૈશ્વિક કોમોડિટી બજાર :ડોલર ઇન્ડેક્સ 103 ની નીચે પહોંચ્યો છે. જ્યારે ક્રૂડ ઓઈલ 80 ડોલરની નીચે આવી ગયું છે. OPEC+ બેઠકમાં ઉત્પાદન નીતિમાં ફેરફાર અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. સોનું સતત ચોથા દિવસે તેજી સાથે બે સપ્તાહની ટોચે પહોંચ્યું છે. જ્યારે મેટલ્સમાં ભારે ઘટાડો નોંધાયો છે, કોપર 1 મહિનાની ટોચ પરથી ગગડીને નીચે પહોંચ્યું છે.
- Stock Market Update : ભારતીય શેરબજારમાં રિકવરીનું વલણ, BSE Sensex 900 પોઈન્ટ ઉંચકાયો
- Budget 2024 - 25 : વાપી-સરીગામ GIDC ના ઉદ્યોગોએ કેન્દ્રીય બજેટ પર આપી પ્રતિક્રિયા, બેલેન્સ બજેટ ગણાવ્યું