ETV Bharat / business

હવે માત્ર 10 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળશે! - RS 10 RECHARGE VALIDITY

TRAI એ ટેલિકોમ યુઝર્સ માટે નવા નિયમો જારી કર્યા છે. ટેલિકોમ કંપનીઓને 2જી યુઝર્સ માટે સસ્તું રિચાર્જ પ્લાન લાવવા માટે કહેવામાં આવ્યું હતું.

મોબાઈલ યુઝર્સને મળશે સસ્તા રિચાર્જ પ્લાન
મોબાઈલ યુઝર્સને મળશે સસ્તા રિચાર્જ પ્લાન (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2025, 6:55 PM IST

નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે, જેનાથી 150 મિલિયન ભારતીય સ્માર્ટફોન યુઝર્સને ફાયદો થશે. આ એવા યુઝર્સ છે જેઓ 2જી સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે. જે યુઝર્સ વોઈસ કોલ અને SMS જેવી બેઝિક મોબાઈલ સેવાઓ પર નિર્ભર હોય છે, પણ તેઓને મોંઘા રિચાર્જ પ્લાનને કારણે ઘણીવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રિચાર્જ દરમિયાન તેમને બિનજરૂરી ડેટા મળે છે, જેનો તેઓ ઉપયોગ કરી શકતા નથી.

આને ધ્યાનમાં રાખીને TRAIએ 24 ડિસેમ્બરે એક નવી અપડેટ ગાઈડલાઈન જારી કરી હતી, જેમાં ટેલિકોમ કંપનીઓ નવા નિયમોને અનુસરીને સસ્તું પ્લાન લોન્ચ કરશે.

રિચાર્જ પ્લાન 10 રૂપિયાથી શરૂ થશે
નવા નિયમો અનુસાર, એરટેલ, જિયો, BSNL અને Vodafone Idea (Vi) જેવી તમામ ટેલિકોમ કંપનીઓએ ટોપ-અપ વાઉચર્સ આપવા પડશે, જે 10 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, એક મોટા અપડેટમાં, TRAI એ સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV) ની માન્યતા 90 દિવસથી વધારીને 365 દિવસ કરી છે. આ ફેરફાર સુનિશ્ચિત કરે છે કે વપરાશકર્તાઓ હવે લાંબા ગાળાના, પોસાય તેવા રિચાર્જ વિકલ્પોનો ઉપયોગ કરી શકશે.

ટેલિકોમ ઓપરેટરોને માત્ર વોઈસ અને SMS પ્લાન લોન્ચ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જે ફક્ત 2G ફીચર ફોન યુઝર્સ માટે જ બનાવવામાં આવ્યા છે. જેમને ઈન્ટરનેટ સેવાઓની જરૂર નથી. હાલમાં આ યુઝર્સને ડેટા પ્લાન માટે વધુ પૈસા ચૂકવવા પડે છે. આ તેમની મજબૂરી છે, કારણ કે ટેલિકોમ ઓપરેટરો પાસે માત્ર વોઈસ અને SMS માટે કોઈ ખાસ પ્લાન નથી. ડેટાની જરૂર ન હોવા છતાં, તેઓએ ડેટા લેવો પડે છે, જેનો તેઓ ઉપયોગ કરી શકતા નથી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, TRAIની માર્ગદર્શિકા પહેલાથી જ લાગુ થઈ ગઈ છે અને ટેલિકોમ કંપનીઓને તેને લાગુ કરવા માટે થોડા અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. જોકે સત્તાવાર લોન્ચ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સસ્તું રિચાર્જ પ્લાન જાન્યુઆરીના અંત સુધીમાં બજારમાં આવવાની ધારણા છે.

આ પણ વાંચો:

  1. વહેલી નિવૃત્તિ માટે કેટલી બચત કરવી જોઈએ? સ્માર્ટ રોકાણ પણ ઉપયોગી
  2. 8મું પગાર પંચ 7મા પગાર પંચથી કેટલું અલગ છે? જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.