ગુજરાત

gujarat

ETV Bharat / business

લાભ પાંચમ ફળી : ગ્રીન ઝોનમાં ખુલ્યું બજાર, Sensex 300 પોઇન્ટ ઉછળ્યો - STOCK MARKET UPDATE

આજે ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 295 અને 95 પોઇન્ટ વધીને ખુલ્યા હતા.

ભારતીય શેરબજાર
ભારતીય શેરબજાર (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2024, 9:52 AM IST

મુંબઈ :કારોબારી સપ્તાહના ત્રીજા દિવસ આજે 6 નવેમ્બર, બુધવારના રોજ ભારતીય શેરબજારની સારી શરૂઆત થઈ છે. BSE Sensex 295 પોઇન્ટ વધીને 79,771 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty પણ 95 પોઇન્ટ વધીને 24,308 નજીક ખુલ્યો છે.

ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં રોનક પાછી ફરી છે. આજે 6 નવેમ્બર, બુધવારના રોજ બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty મજબૂત ખુલ્યા છે. BSE Sensex ગત 79,476 બંધ સામે 295 પોઇન્ટ વધીને 79,771 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 24,213 બંધ સામે 95 પોઇન્ટ વધીને 24,308 પર ખુલ્યો હતો.

સ્ટોકની સ્થિતિ :આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીઓમાં HCL ટેક, ઇન્ફોસિસ, સન ફાર્મા, બજાજ ફિનસર્વ અને TCS ના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ ટાઈટન કંપની, ટાટા સ્ટીલ, HUL, ઇન્ડસઇન્ડ બેન્ક અને કોટક મહિન્દ્રાના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.

US રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામ :આજે 6 નવેમ્બર, બુધવારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પહેલા વૈશ્વિક બજારોમાં મૂડ સારો દેખાય છે. આજે બજારની નજર ડાઉ ફ્યુચર્સ પર રહેશે. ગઈકાલે અમેરિકન બજારોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. એશિયન બજારોમાં મોટાભાગે તેજી રહી હતી. નિક્કી લગભગ 600 પોઈન્ટ ઉછળ્યો હતો. જોકે, ગિફ્ટ નિફ્ટી 48 પોઈન્ટના ઘટાડા સાથે 24,248 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચૂંટણી પરિણામો અને આજથી શરૂ થતી ફેડની બેઠક પહેલા ડાઉ ફ્યુચર્સમાં 300 પોઈન્ટનો અદભૂત વધારો જોવા મળ્યો હતો.

  1. નોકરી સાથે કમાઓ વધારાના પૈસા! જાણો કેવી રીતે વધશે આવક
  2. US Election મતગણતરી, ટ્રમ્પ અને હેરિસ વચ્ચે કાંટાની ટક્કર

ABOUT THE AUTHOR

...view details