મુંબઈ: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 874.94 પોઈન્ટના વધારા સાથે 79,468.01 પર બંધ થયો હતો. જ્યારે NSE પર નિફ્ટા 1.27 ટકાના વધારા સાથે 24,297.50 પર બંધ થયો હતો.
શેરબજારમાં ફરી તેજી, સેન્સેક્સ 874 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24297 પર - stock market closing - STOCK MARKET CLOSING
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 874.94 પોઈન્ટના વધારા સાથે 79,468.01 પર બંધ થયો હતો. જ્યારે NSE પર નિફ્ટા 1.27 ટકાના વધારા સાથે 24,297.50 પર બંધ થયો હતો. સંપૂર્ણ માહિતી વાંચો..., share MARKET CLOSSING
Published : Aug 7, 2024, 4:28 PM IST
આજના ટ્રેડિંગ શેસન દરમિયાન ઓેએનજીસી, કોઈલ ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઈસ, અદાણી પોર્ટ્સ અને પાવરગ્રીડ ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, બ્રિટાનીયા, હિન્દુસ્તાન યુનિલિવર અને ટાઈટન ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.
ઓપનિંગ માર્કેટ: ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 972 પોઈન્ટના ઉછાળા સાથે 79,565.40 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 1.24 ટકાના વધારા સાથે 24,289.40 પર ખુલ્યો હતો.