નવી દિલ્હી: આ વર્ષ દરમિયાન સોનાએ લગભગ 27 ટકાનું વળતર આપ્યું હતું, જે ભારતીય નિફ્ટી 50 અથવા અમેરિકન શેરબજાર S&P 500 ઇન્ડેક્સ બંને કરતાં વધુ સારું પ્રદર્શન હતું. તેનું કારણ વર્તમાન ભૌગોલિક રાજકીય તણાવ છે, જેના કારણે સુરક્ષિત રોકાણ માટે સોનાની માંગ વધી છે. મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર આ વર્ષે ફાઇનાન્શિયલ માર્કેટમાં સોનું સર્વશ્રેષ્ઠ રહ્યું છે, જેણે લગભગ 27 ટકા વળતર આપ્યું છે.
માર્કેટપલ્સના માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, 2025માં પણ આવી જ તેજી આવી શકે છે, પરંતુ તે મોટાભાગે ભૌગોલિક રાજકીય વિકાસ પર નિર્ભર રહેશે.
વર્ષ 2025માં સોનામાં તેજી રહેશે કે નહીં?
વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન સોનાની કુલ માંગ પણ પ્રથમ વખત 100 અબજ ડોલરને પાર કરી ગઈ હતી. 2010 પછી સોના માટે આ સૌથી મજબૂત વર્ષ રહ્યું છે અને 2025 માટેનું આઉટલૂક હજુ પણ તેજીનું છે.
2024માં સોનું વધવાના કારણો
- વધતા ભૌગોલિક રાજકીય જોખમો - ઇઝરાયેલ અને ઈરાનના પ્રોક્સીઓ વચ્ચે મધ્ય પૂર્વમાં તણાવ, રશિયા-યુક્રેન યુદ્ધ અને સીરિયામાં બશર અલ-અસદના શાસનનું પતન, આ બધાને કારણે સોનાની માંગમાં વધારો થયો છે કારણ કે તેને સુરક્ષિ-મિલકત આશ્રય તરીકે જોવામાં આવે છે.
- સેન્ટ્રલ બેંકો સોનું ખરીદી રહી છે - રિપોર્ટ અનુસાર, સેન્ટ્રલ બેંકો લગભગ 15 વર્ષથી સોનાની ચોખ્ખી ખરીદદાર રહી છે, અને આ 2022-23 થી વધી છે.
- યુએસ ફેડ રેટ કટ - યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા તાજેતરના દરમાં ઘટાડો પણ બુલિયન હોલ્ડિંગની તક ખર્ચમાં ઘટાડો કરીને સોનાને વધુ આકર્ષક બનાવ્યું છે.
આ પણ વાંચો: