મુંબઈ :13 ફેબ્રુઆરી, મંગળવારના રોજ ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત થઈ છે. શેરબજારના મુખ્ય સૂચકાંક ગ્રીન ઝોનમાં હળવા વધારા સાથે ખુલ્યા હતા. જોકે શરુઆતી કારોબારમાં જ મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ભારે એક્શનમાં છે. બેન્કિંગ સ્ટોકમાં જોરદાર તેજી નોંધાઈ છે.
Stock market Update : શેરબજારની મજબૂત શરૂઆત, BSE Sensex 220 પોઈન્ટ ઉંચકાયો - NSE Nifty
ચાલુ કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર મજબૂત વલણ સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 220 અને 48 પોઈન્ટના વધારા સાથે ખુલ્યા હતા. શરુઆતી કારોબારમાં જ બજારમાં ઉતાર ચઢાવ નોંધાયો છે.
Published : Feb 13, 2024, 9:41 AM IST
ભારતીય શેરબજાર : આજે 13 ફેબ્રુઆરી, મંગળવારના રોજ BSE Sensex ગતરોજના 71,072 બંધ સામે 220 પોઈન્ટના વધારા સાથે 71,292 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગતરોજના 21,616 બંધની સામે 48 પોઈન્ટ વધીને 21,664 ના મથાળે ખુલ્યો હતો. જોકે શરૂઆતી કારોબારમાં BSE Sensex અને NSE Nifty ભારે ઉતાર ચઢાવ છે. બંને સૂચકાંક શરુઆતમાં ઊંચકાયા હતા, ત્યારબાદ અચાનક ડૂબકી મારી રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે.
ગ્લોબલ શેરમાર્કેટ :Dow jones 125 પોઈન્ટ ઉછળીને નવી રેકોર્ડ હાઈ પર છે. નાસ્ડેક 48 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ચીન, હોંગકોંગ અને તાઈવાનના બજારોમાં રજા છે. બોન્ડ યીલ્ડ 4.17% ની નજીક સ્થિર થયો છે. જ્યારે રસેલ 2000 છેલ્લા 3 દિવસમાં 5% વધ્યો છે. આજે જાન્યુઆરી માસ માટેના CPI ડેટા આવશે. CPI માં 2.9% વૃદ્ધિનો અંદાજ છે. જ્યારે કોર CPI 3.7% વધવાનો અંદાજ છે.