ગુજરાત

gujarat

ETV Bharat / business

ભારતની તિજોરી પર મોટો ફટકો, ફોરેક્સ રિઝર્વ 8 મહિનાના નીચલા સ્તરે - INDIA FOREX RESERVES

ભારતના વિદેશી હૂંડિયામણમાં ઘટાડો આવ્યો છે. 27 ડિસેમ્બર, 2024 સુધીમાં ભારતની વિદેશી હૂંડિયામણની અનામત $4.1 બિલિયન ઘટીને $640.28 બિલિયન થઈ ગઈ છે.

પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો (Getty Image)

By ETV Bharat Gujarati Team

Published : Jan 4, 2025, 1:54 PM IST

મુંબઈ :હાલમાં જ ભારતના ફોરેક્સ રિઝર્વમાં મોટો ઘટાડો નોંધાયો છે, જે આઠ મહિનામાં સૌથી નીચું સ્તર છે. એક રિપોર્ટ અનુસાર ભારતનું વિદેશી હૂંડિયામણ $4.112 બિલિયન ઘટીને $640.279 બિલિયન થઈ ગયું છે.

વિદેશી હૂંડિયામણ ઘટ્યુ :રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના ડેટા અનુસાર, 27 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું વિદેશી હૂંડિયામણ $4.112 બિલિયન ઘટીને $640.279 બિલિયન થઈ ગયું છે, જે આઠ મહિનામાં સૌથી નીચું સ્તર છે. ગયા અઠવાડિયે, કુલ અનામત $8.478 બિલિયન ઘટીને $644.391 બિલિયન થયું હતું. છેલ્લા કેટલાક સપ્તાહોથી ભારતના વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થઈ રહ્યો છે.

ફોરેક્સ રિઝર્વમાં ઘટાડાનું કારણ શું ?આ ઘટાડાનું કારણ વિદેશી વિનિમય બજારમાં આરબીઆઈના હસ્તક્ષેપ તેમજ રૂપિયામાં વોલેટિલિટી ઘટાડવામાં મદદરૂપ થવાના પુનઃમૂલ્યાંકનને આભારી છે. સપ્ટેમ્બરના અંતે, વિદેશી હૂંડિયામણ વધીને $704.885 બિલિયનની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.

Finrex ટ્રેઝરી એડવાઇઝર્સ LLPના ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાલીએ જણાવ્યું હતું કે,'ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા $4.641 બિલિયનના વેચાણને કારણે વિદેશી હૂંડિયામણ $4.112 બિલિયન ઘટીને $640.279 બિલિયન થયું છે. એવું લાગે છે કે RBI મહિનાના અંતે પરિપક્વ થઈ રહેલી તેની ટૂંકી ડોલરની સ્થિતિને બંધ કરવા NDF (નોન-ડિલિવરેબલ ફોરવર્ડ)/ફ્યુચર્સમાં ડૉલર ખરીદી રહી છે. આ સપ્તાહમાં રૂપિયો 84.99 થી ઘટીને 85.82 થયો હતો અને પછી 85.5325 પર બંધ થયો હતો.'

આ પણ વાંચો:

  1. પોતાનું ઘર ખરીદવાનું સપનું થશે હવે પુરુંઃ આટલા હજાર ઘરોની નીકળી લૉટરી
  2. હવે માત્ર 10 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી જશે, બ્લિંકિટે શરુ કરી ઈમરજન્સી સેવા

ABOUT THE AUTHOR

...view details