હૈદરાબાદ: QR કોડ સ્કેન કરીને પૈસની ચુકવણી કરવી ખબુ સરળ અને સુવિધાપૂર્ણ છે, જોકે, સાથો-સાથ તે છેતરપિંડીની એક સામાન્ય રીત પણ બની ગઈ છે. છેતરપિંડી કરનારા નકલી QR કોડનો ઉપયોગ કરીને તમારા પૈસા ચોરી કરી શકે છે. તેથી, QR કોડ સ્કેન કરતા પહેલા કેટલીક સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે. પૈસાની ચુકવણી કરતા પહેલા, વેપારીનું નામ અને QR કોડની માહિતી કાળજીપૂર્વક તપાસો.
QR કોડ સ્કેન કરીને સરળતાથી કોઈને પણ પૈસા મોકલી શકાય છે. શાકભાજી ખરીદવાથી લઈને કરિયાણા અને પેટ્રોલ-ડીઝલ ભરવા સુધીની દરેક નાની-મોટી ચુકવણી માટે QR કોડનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક ખૂબ જ સરળ પ્રક્રિયા છે, જેમાં PhonePe, Google Pay અને Paytm જેવી કોઈપણ UPI પેમેન્ટ એપની મદદથી આપ ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે, પરંતુ QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાં બની હતી, જ્યાં પેટ્રોલ પંપ સહિત લગભગ અડધો ડઝન દુકાનોના QR કોડ નકલી QR કોડથી બદલવામાં આવ્યા હતા. જેના કારણે સ્કેમરના ખાતામાં સીધું જ પેમેન્ટ થવા લાગ્યું. જોકે બાદમાં આ કૌભાંડની ઓળખ થઈ હતી.
વાસ્તવિક અને નકલી QR કેવી રીતે ઓળખવું
વાસ્તવમાં, નકલી QR કોડને જોઈને તેને ઓળખી શકાતો નથી. કારણ કે દરેક QR કોડ સમાન દેખાય છે. પરંતુ જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો છેતરપિંડીથી બચી શકાય છે.
સાઉન્ડ બોક્સનો ઉપયોગ કરો
નકલી QR કોડથી બચવા માટે પેમેન્ટ મેળવનાર અને ચૂકવનાર બંનેએ સાવચેત રહેવું જોઈએ. પેમેન્ટ રીસીવરને QR કોડમાંથી પેમેન્ટ પ્રાપ્ત કરવા માટે સાઉન્ડ બોક્સનો ઉપયોગ કરો, જેથી જો કોઈ નકલી QR કોડ પર પેમેન્ટ કરે, તો તેની સમયસર ઓળખ થઈ શકે.