ગુજરાત

gujarat

ETV Bharat / business

Budget 2024: ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, 7 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહી: નાણામંત્રી

નિર્મલા સીતારમણ લોકોસભામાં સતત છઠ્ઠી વખત અને મોદી સરકારના કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું છે. આ બજેટને સરકારે દેશના વિકાસ માટે ખુબ મહત્વપૂર્ણ સાબીત થશે તેવું ગણાવ્યું છે. તો નાણામંત્રીએ આ બજેટમાં ઘણી લોભામણીઓ જાહેરાત પણ કરી છે, પરંતુ આ બજેટમાં સામાન્ય અને મધ્યમવર્ગને કોઈ રાહત મળી હોય તેમ લાગ્યું નથી

થોડીવારમાં સંસદમાં રજૂ કરશે બજેટ
થોડીવારમાં સંસદમાં રજૂ કરશે બજેટ

By ETV Bharat Gujarati Team

Published : Feb 1, 2024, 10:47 AM IST

Updated : Feb 1, 2024, 12:26 PM IST

નવી દિલ્હી:કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ લોકસભામાં સતત છઠ્ઠી વખત અને મોદી સરકારના કાર્યકાળનું બીજું બજેટ રજૂ કર્યું, બજેટને લઈને સમગ્ર દેશવાસીઓની નજર મંડાયેલી રહી. ખાસ તો મધ્યમ અને ગરીબ વર્ગને મોદી સરકારના આ બજેટથી કોઈ ખાસ આર્થીક લાભ મળ્યો નથી.

મોદી સરકારના કાર્યકાળનું બીજું બજેટ

નાણામંત્રી સીતારમણના બજેટ ભાષણના મહત્વનાં અંશો

  • 2047 સુધી વિકસીત ભારતનું લક્ષ્ય
  • નવા દ્રઢ સંકલ્પો સાથે આગળ વધી રહ્યું છે ભારત
  • રોજગારીમાં 55 લાખ નવી તકોનું નિર્માણ
  • નવી સ્કિમમાં 7 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહી
  • ઈન્કમ ટેક્સ ભરનારાઓની સંખ્યા 2.4 ટકા ગણી વધી
  • આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
  • 10 વર્ષમાં ઈન્કમટેક્સ 10 ગણુ વઘ્યું
  • ઈન્કમ ટેક્સ ભરવાનું ખુબજ સરળ થયું છે.
  • ઈન્કમ ટેક્સ ભરનારાઓની સંખ્યા 2.4 ટકા ગણી વધી
  • કોર્પોરેટર ટેક્સ ઘટીને 22 ટકા કરવામાં આવ્યો
  • કરદાતાઓના નાણાનો ઉપયોગ દેશના વિકાસ માટે થઈ રહ્યો છે.
  • છેલ્લા 10 વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે
  • 3 મોટા રેલ કોરિડોરનું એલાન
  • 40 હજાર સામાન્ય રેલ ડબ્બાઓ બદલવામાં આવશે
  • માલ ભાડા પરિયોજના વિકસીત કરાશે
  • 1 કરોડ મહિલાઓ લખપતી દીદી બની
  • પીએમ ગતિ શક્તિ યોજનામાં તેજ ગતિથી થઈ રહ્યું છે કામ
  • પ્રદૂષણ રહિત ઈંઘણનો ઉપયોગ વધારાશે
  • અમારા માટે જીડીપીનો અર્થ ગર્વનન્સ, પરફોર્મન્સ અને ડેવલપમેન્ટ છે
  • અમારા માટે જીડીપી એટલે શાસન, કામગીરી અને વિકાસ
  • અમારી સરકારે 7 IITs, 16 IIITs, 7 IIMs, 15 AIIMS અને 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરી
  • અમારી સરકારે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી મુક્ત કરવામાં મદદ કરી
  • 80 કરોડ લોકોની ભૂખની ચિંતાનો અમારી સરકારે અંત કર્યો છે
  • અમારી સરકાર માટે શાસનનું સામાજિક કલ્યાણ મોડલ
  • 9-14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે રસી અપાશે
  • તમામ આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો આયુષ્માન ભારત યોજનાના દાયરામાં આવશે
  • દેશમાં જનસંખ્યામાં ઘટાડવા માટે પણ કમિટિ બનાવવામાં આવશે
  • ઈલેક્ટ્રીક વાહનોને વેગ આપવામાં આવશે, ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારીશું
  • 75 હજાર કરોડના વ્યાજ મુક્ત દેવાની જોગવાઈ
  • આગામી 25 વર્ષ માટે અમારા માટે કર્તવ્યકાળ
  1. Budget 2024: થોડીવારમાં રજૂ થશે આ વર્ષનું બજેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, આવકવેરા સંબંધિત જાહેરાતો પર નજર
  2. Budget 2024-25: બજેટ સત્રની અગાઉ સર્વ દળીય બેઠક યોજાઈ
Last Updated : Feb 1, 2024, 12:26 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details