ગુજરાત

gujarat

ETV Bharat / business

અદાણી CFOએ અમેરિકાના આરોપો ઉપર મૌન તોડ્યું, કહ્યું-આ માત્ર આરોપ... આનો જવાબ આપીશું

અદાણી જૂથના મુખ્ય ભંડોળ અધિકારી જુગેશિંદર રૉબી સિંહે યુએસ લાંચખોરીના આરોપો ઉપર મૌન તોડ્યું.

ગૌતમ અદાણી
ગૌતમ અદાણી ((Getty Image))

By ETV Bharat Gujarati Team

Published : 7 hours ago

મુંબઈ: અદાણી સમૂહના મુખ્ય ભંડોળ અધિકારી જુગેશિંદર રૉબી સિંહે યુએસ લાંચખોરીના આરોપોનો જવાબ આપ્યો છે. જુગેશિંદર રૉબી સિંહે સ્પષ્ટતા કરી છે કે, આ મુદ્દો અદાણી ગ્રીન એનર્જી અંતર્ગત એક જ કોન્ટ્રાકટને સંબંધિત છે, જે આ વ્યવસાયનો માત્ર 10 ટકા જેટલો હિસ્સો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટમાં સિંહે એ વાત ઉપર ભાર આપ્યો કે, અદાણી પોરફોલિયોમાં સામેલ અન્ય 11 સાર્વજનિક રીતે સૂચિબદ્ધ કંપનીઓમાંથી કોઈ પણ, અથવા તેમની સહાયક કંપનીઓ, અમેરિકી ન્યાય વિભાગ(DOJ) દ્વારા પ્રસ્તુત કયાદાકીય ફાઈલિંગમાં સામેલ નથી. તેમણે એ પણ જણાવ્યું કે આમાંથી કોઈ પણ એકમ વિરુદ્ધ ખોટું કામ કરવાનો કોઈ આરોપ નથી.

એક નિવેદનમાં સિંહે જણાવ્યું કે, આરોપોની ઝીણવટ વિષે માત્ર બે દિવસ પહેલા જ જાણ થઈ છે, જોકે, આ રીતના કેસની સંભાવનાને ફેબ્રુઆરી 2024ના જોખમની જાહેરાતમાં પહેલા જ સ્વીકારી લેવામાં આવ્યા હતા, જે 144A રજૂઆત પરિપત્ર સાથે જોડાયેલી હતી. માર્ચ 2023માં સમાપ્ત થનારા નાણાંકીય વર્ષ માટે પોતાના વાર્ષિક પરિણામો પછી અદાણી પોર્ટફોલિયો કંપનીઓમાંથી કોઈ દ્વારા આ પ્રથમ સાર્વજનિક મુદ્દો હતો.

આ પણ વાંચો:

  1. અમેરિકાએ ગૌતમ અદાણી પર લગાવ્યા ગંભીર આરોપ, અરેસ્ટ વોરંટ જાહેર
  2. કયા અમેરિકન કાયદા અંતર્ગત ગૌતમ અદાણી વિરુદ્ધ થઈ શકે છે કાર્યવાહી? જાણો
  3. ટોચના ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણીનો વિવાદ અટકશે કે વકરશે?

ABOUT THE AUTHOR

...view details