ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવે ભગવાન બદ્રીના દર્શનાર્થે લેવું પડશે ટોકન, જાણો શું છે ટોકન સિસ્ટમ - Badrinath Token system - BADRINATH TOKEN SYSTEM

ઉત્તરાખંડ ચારધામ યાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ વખતે ભગવાન બદ્રીનાથ ધામના દર્શન ટોકન સિસ્ટમથી થશે. જિલ્લા મેજિસ્ટ્રેટે અધિકારીઓને સિસ્ટમમાં સુધારો કરવા નિર્દેશ આપ્યો હતો. જાણો શું છે દર્શન ટોકન સિસ્ટમ અને બદ્રીનાથના કપાટ ક્યારે ખુલશે ?

હવે ભગવાન બદ્રીના દર્શનાર્થે લેવું પડશે ટોકન
હવે ભગવાન બદ્રીના દર્શનાર્થે લેવું પડશે ટોકન (ETV Bharat Desk)

By ETV Bharat Gujarati Team

Published : May 8, 2024, 7:41 PM IST

ઉત્તરાખંડ : આ વખતે બદ્રીનાથ ધામમાં દર્શન માટે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ બદ્રીનાથ ધામમાં દર્શન સ્લોટ ટોકન વિતરણ અને કતાર વ્યવસ્થાપન વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી હતી. હિમાંશુ ખુરાનાએ નિર્દેશ આપ્યો કે, ધામમાં શ્રદ્ધાળુઓને દર્શન ટોકન વિતરણ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે.

શું છે દર્શન ટોકન સિસ્ટમ ?કતાર વ્યવસ્થાપન પ્રણાલી હેઠળ બદ્રીનાથ ધામ પહોંચ્યા બાદ યાત્રાળુઓએ પર્યટન વિભાગ દ્વારા બનાવેલ રજીસ્ટ્રેશન કાઉન્ટર પર તેમનું નોંધણી કાર્ડ બતાવવાનું રહેશે. ત્યારબાદ QR કોડથી તેમના નોંધણી નંબરને સ્કેન કર્યા પછી યાત્રાળુઓને ટોકન આપવામાં આવશે. જેમાં બદ્રીનાથ દર્શનનો સમય જણાવવામાં આવશે. યાત્રાળુઓ એ જ નિર્ધારિત સમયે મંદિરમાં પ્રવેશ કરીને દર્શન કરી શકે છે. જેના કારણે તેમને પહેલાની જેમ દર્શન માટે લાઈનમાં ઉભા રહેવું નહીં પડે.

ગાડુ ઘડા કળશ યાત્રા : આજે લક્ષ્મી નારાયણ મંદિરથી ભગવાન બદ્રીનાથ ધામની તેલ કળશ ગાડુ ઘડા શોભાયાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારી મોહનપ્રસાદ ડીમરીએ અભિષેક પૂજા કરીને બદ્રીનાથ માટે ગાડૂ ઘડા યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે લોકોએ ગાડુ ઘડા કલશ યાત્રાનું ફૂલહારથી સ્વાગત કરી જય બદ્રી વિશાલના નારા લગાવીને આશીર્વાદ લીધા હતા.

બદ્રીનાથના કપાટ ક્યારે ખુલશે ? તમને જણાવી દઈએ કે 10 મેના રોજ ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે ખુલી રહ્યા છે. ભગવાન બદ્રી વિશાલના કપાટ 12 મેના રોજ ધાર્મિક વિધિ સાથે ખોલવામાં આવશે. તમને જણાવી દઈએ કે 12 મેના રોજ સવારે 6 વાગ્યે ભૂ વૈકુંઠ બદ્રીનાથ ધામના કપાટ ભક્તો માટે ખોલવામાં આવશે.

બદ્રીનાથ ધામના રાવતે પૂજા કરી :બદ્રીનાથ ધામના મુખ્ય રાવલે ઈશ્વરપ્રસાદ નંબૂદરીએ દેવપ્રયાગ તીર્થ ખાતે માતા ગંગા અને ભગવાન રઘુનાથની પૂજા કરી અને સૌની શુભ યાત્રા માટે પ્રાર્થના કરી હતી. ઈશ્વરપ્રસાદ નંબૂદરી કેરળથી બદ્રીનાથ ધામ જતા દેવપ્રયાગ તીર્થસ્થાન પર પહોંચ્યા હતા. અહીં બદ્રીનાથ ધામના તીર્થ પુરોહિત સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી 12 મેના રોજ મુખ્ય રાવલ છ મહિના પછી એક શુભ સમયે ભગવાન બદ્રીનાથના દ્વાર ખોલશે.

  1. ચારધામ યાત્રા માટે ઓનલાઈન બુકિંગ શરૂ, પાંચ દિવસમાં 1 કરોડ રૂપિયાથી વધુનું બુકિંગ
  2. હવે હેલિકોપ્ટર દ્વારા બદ્રીનાથ પહોંચી શકાશે, જાણો ક્યારે શરૂ થશે બુકિંગ અને કેવી રીતે કરી શકાશે ?

ABOUT THE AUTHOR

...view details