ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંભલ શાહી જામા મસ્જિદ વિવાદ: કોર્ટ કમિશનરે સર્વે રિપોર્ટ રજૂ કરવા માટે 15 દિવસનો માંગ્યો સમય - SAMBHAL JAMA MASJID SURVEY

શાહી જામા મસ્જિદના સર્વે બાદ 9મી ડિસેમ્બરના રોજ કોર્ટ કમિશનરને રિપોર્ટ સોંપવાનો હતો, પરંતુ આરોગ્ય સંબંધિત કારણોનો હવાલો આપીને તેમણે 15 દિવસના સમયની માંગ કરી.

સંભલ શાહી જામા મસ્જિદ વિવાદ
સંભલ શાહી જામા મસ્જિદ વિવાદ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2024, 8:57 PM IST

સંભલ: શાહી જામા મસ્જિદના સર્વે બાદ આજે 9મી ડિસેમ્બરના રોજ કોર્ટ કમિશનરને રિપોર્ટ સોંપવાનો હતો, પરંતુ આરોગ્ય સંબંધિત કારણોનો હવાલો આપીને તેમણે 15 દિવસના સમયની માંગ કરી છે.

સંભલની શાહી જામા મસ્જિદમાં હરિહર મંદિર હોવાનો દાવો કરતા ચંદૌસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાદ 19 નવેમ્બરના રોજ કોર્ટે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ દિવસે અને ફરીથી 24 નવેમ્બરેના રોજ કોર્ટ કમિશને મસ્જિદનો સર્વે પૂર્ણ કર્યો. સર્વે બાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં 29મી નવેમ્બર સુધીમાં સર્વે રિપોર્ટ રજૂ કરવાનો હતો. પરંતુ અદાવલતે કોર્ટ કમિશ્નરને 10 દિવસનો સમય આપી 9મી ડિસેમ્બર સુધીમાં રજૂ કરવા આદેશ કર્યો હતો.

આ દરમિયાન સમાચાર આવ્યા છે કે, સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે નહીં. હકીકતમાં, કોર્ટ કમિશનર રમેશ રાઘવે તેમની ખરાબ તબિયતનો હવાલો આપીને સિવિલ કોર્ટ સિનિયર ડિવિઝન કોર્ટમાં 15 દિવસનો સમય માંગ્યો છે. કોર્ટ કમિશનર રમેશ રાઘવે કહ્યું કે, સર્વેનો અંતિમ રિપોર્ટ તૈયાર છે. આ રિપોર્ટ અંતિમ તબક્કામાં છે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને કારણે તેમણે 15 દિવસનો સમય માંગ્યો છે. તેઓ છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાવથી પીડાતા હતા, તેથી હજુ સુધી રિપોર્ટનું વિશ્લેષણ કરી શક્યા નથી. કોર્ટ કમિશનર રમેશ રાઘવે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો સ્ટે ઓર્ડર છે કે, નીચલી અદાલતોએ કોઈ આદેશ પસાર કરવો જોઈએ નહીં. અમારો પ્રાર્થના પત્ર KEEP ON FILE રાખવામાં આવ્યો છે. તે 15 દિવસમાં રિપોર્ટ દાખલ કરી દેશે. 6 જાન્યુઆરી સુધી કોર્ટ કોઈ આદેશ આપશે નહીં.

તે જ સમયે, સંભલ શાહી જામા મસ્જિદના મુસ્લિમ પક્ષના વકીલ શકીલ અહેમદ વારસીએ કહ્યું કે, પંચે 15 દિવસનો સમય માંગ્યો છે. અમારી તરફથી લેખિત વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કોર્ટે તેમને કોઈ સમય આપ્યો નથી. રિપોર્ટ ન તો આજે ફાઈલ કરવામાં આવ્યો છે અને નહી ફાઈલ કરવામાં આવશે. તેઓએ સૌપ્રથમ 19મી નવેમ્બરે સર્વે હાથ ધર્યો હતો અને ન્યાયાલયની પરવાનગી વગર 24 નવેમ્બરે સર્વે હાથ ધર્યો હતો. તેઓ અગાઉ 29મી નવેમ્બરે રિપોર્ટ ફાઈલ કરવાના હતા. પછી સમય માંગ્યો. કોર્ટે 10 દિવસનો સમય આપ્યો છે. હવે ફરી તેઓ 15 દિવસનો સમય માંગી રહ્યા છે. જ્યારે કમિશન થઈ ગયું છે, તો પછી વિલંબ શેનો છે? અમે મસ્જિદ વતી આ બાબતે વાંધો નોંધાવ્યો છે. તે વાદી પક્ષ સાથે સંકળાયેલો છે. અમે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું.

અગાઉ સર્વે રિપોર્ટ રજૂ કરવા માટે જિલ્લા કોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કોર્ટના મુખ્ય દ્વાર પર પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, 24 નવેમ્બરના રોજ સર્વે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ પછી સંભલમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.

આ ક્રમમાં, સંભલ શાહી જામા મસ્જિદના સદર અને મસ્જિદ બાજુના વકીલ, ઝફર અલીએ જણાવ્યું હતું કે જે સર્વે રિપોર્ટ રજૂ કરવાનો હતો, તે શીલ્ડ કવરમાં રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણય બાદ આગળની કાર્યવાહી શરૂ થશે. જણાવ્યું હતું કે અમે સર્વે રિપોર્ટ માટે જે સમય માંગ્યો હતો તેના પર વાંધો દાખલ કર્યો છે. આ મામલે કોર્ટ સાંજ સુધીમાં નિર્ણય સંભળાવશે.

આ પણ વાંચો:

  1. ઉત્તરાખંડમાં શિયાળાની પહેલી હિમવર્ષા, ફરવા માટેના આ પ્લેસિસનો અહ્લાદક નજારો
  2. સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર ખોલવાની અરજી ફગાવી, કહ્યું- કોર્ટ આ મુદ્દે તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details