ETV Bharat / state

બારડોલીમાં અયપ્પા મંદિરે ભવ્ય શોભાયાત્રા નીકળી, કેરલા સમાજના 400 ભક્તોએ ભાગ લીધો - GRAND PROCESSION AT AYYAPPA TEMPLE

બારડોલી અયપ્પા સેવા સમિતિ દ્વારા 31મા વાર્ષિક પૂજા ઉત્સવમાં ભવ્ય શોભાયાત્રા નીકાળી. જેમાં ઐરાવત,પંચ વાદ્યો અને પહેરવેશ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું.

બારડોલીમાં અયપ્પા મંદિરે ભવ્ય શોભાયાત્રા
બારડોલીમાં અયપ્પા મંદિરે ભવ્ય શોભાયાત્રા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 15, 2025, 11:20 AM IST

સુરત: બારડોલી અયપ્પા સેવા સમિતિ દ્વારા આયોજિત 31મા વાર્ષિક પૂજા ઉત્સવમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિરથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રામાં કેરલા સમાજના 400થી વધુ ભક્તોએ પરંપરાગત વેશભૂષામાં ભાગ લીધો હતો.

કેરલા સમાજની શોભાયાત્રા: શોભાયાત્રામાં ઐરાવત (હાથી), પંચવાદ્ય, તૈયમ અને તાલાપોલી (પૂજાની થાળી) સાથે ભક્તોએ ભગવાન અયપ્પાના વિવિધ સ્વરૂપો ધારણ કર્યા હતા. પરંપરાગત વાદ્યોના સૂરો વચ્ચે નીકળેલી આ યાત્રા રાત્રે ગોવિંદ આશ્રમ સુધી પહોંચી હતી. જ્યાં ભજન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

બારડોલીમાં અયપ્પા મંદિરે ભવ્ય શોભાયાત્રા (Etv Bharat Gujarat)

ધાર્મિક કાર્યક્રમમાં લોકોએ લીધો ભાગ: દર વર્ષે જાન્યુઆરી માસમાં યોજાતા આ ધાર્મિક મહોત્સવમાં બારડોલી તાલુકામાં વસતા કેરલા સમાજના લોકો ઉત્સાહભેર ભાગ લે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. સમગ્ર શોભાયાત્રા દરમિયાન ભવ્ય લાઈટિંગ અને આકર્ષક સજાવટ કરવામાં આવી હતી, જેણે સમગ્ર વાતાવરણને ધાર્મિકમય બનાવી દીધું હતું.

આ પણ વાંચો:

  1. સુરતના નવાપરા ગામે હત્યાનો ભેદ ખુલ્યો, આરોપીઓએ પોલીસ સામે કરી ચોંકાવનારી કબૂલાત
  2. મકરસંક્રાંતિમાં ઊંધિયું બન્યું મોંઘુુ, સુરતમાં રૂ. 500 કિલોના ભાવે પણ લોકોની લાંબી કતારો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.