ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ સંતાનો પર પોતાના વિચારો જીદપૂર્વક લાદવાનો પ્રયાસ ના કરવો - AAJNU RASHIFAL

આજે ચંદ્ર કર્ક રાશિમાં છે. જાણો આજે કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 15, 2025, 5:00 AM IST

અમદાવાદ : આજે 15 જાન્યુઆરી, બુધવારના રોજ ચંદ્ર કર્ક રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આજે આપ વધુ પડતા લાગણીશીલ બનશો તો આપના વાણી અને વર્તનથી કોઈની લાગણીને ઠેસ પહોંચી શકે છે અથવા બીજાના કારણે તમારી લાગણી દુભાઈ શકે છે. આવી સ્થિતિમાં ધૈર્યવાન અને વ્યવહારુ બનવાની સલાહ છે. માતાની વધુ સેવા કરવાની તેમજ તેમની સાથે વધુ સમય વિતાવવાની સલાહ છે. લાગણીશીલ બનવાથી પરિવારની બાબતોમાં તમારા હઠાગ્રહના કારણેો ક્યારેક સ્‍વાભિમાન ઘવાતાં મનમાં ગ્‍લાનિ અનુભવશો. આવી સ્થિતિ ટાળવા માટે સમાધાનકારી વળણ રાખવું. ભોજન અને ઊંઘ પર ધ્યાન આપવું. વિદ્યાર્થીઓ માટે સમય મધ્‍યમ છે. મનની અશાંતિ માટે આધ્યાત્મિકતા શ્રેષ્‍ઠ ઉપાય રહેશે. સ્‍થાવર મિલકત અંગેની ચર્ચા ટાળવી.

વૃષભ: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. ચિંતાનો બોજ હળવો થતાં આપ પ્રફુલ્લિતતા અનુભવો. લાગણી અને સંવેદનાઓથી આપનું મન હર્યુંભર્યું રહે, જેના કારણે આપની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિ પૂરબહારમાં ખીલશે. સાહિત્‍ય લેખનમાં તેમજ કલાક્ષેત્રમાં આજે આપ સારું પ્રદાન કરી શકો. કુટુંબીજનો, ખાસ કરીને માતા સાથેની આત્‍મીયતા વધશે. નાનકડા પ્રવાસ કે પર્યટન શક્ય બનશે. નાણાકીય બાબતો પર ધ્‍યાન આપશો. આપનો સમગ્ર દિવસ ખુશીમાં પસાર થાય.

મિથુન: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આજે સ્‍નેહીજનો અને મિત્રો સાથે મુલાકાતથી આપને આનંદ થાય. આર્થિક આયોજનો પાર પાડવામાં આપને પહેલાં થોડીક મુશ્‍કેલીઓ જણાશે પરંતુ ત્‍યારબાદ આપ સરળતાથી આયોજનો પાર પાડી શકો. આપના જરૂરી કાર્યો પણ શરૂઆતમાં વિલંબ થયા બાદ સુપેરે પાર પડતા નિરાંતની લાગણી અનુભવો. નોકરી ધંધામાં સાનુકૂળ વાતાવરણ રહે અને સહકર્મચારીઓનો સાથ સહકાર સાંપડે.

કર્ક: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. આજે આપના મનમાં લાગણી અને ભાવનાઓના ઘોડાપુર ઉમટશે અને તેના પ્રવાહમાં તમે રહેશો. દોસ્‍તો, સ્‍વજનો અને સગાંવ્‍હાલા તરફથી ભેટ સોગાદો અને તેમની સાથે મુલાકાતથી આપનું મન પુલકિત થઇ જશે. સાથે સાથે નિરામય આરોગ્‍યથી સોનામાં સુગંધ ભળશે. એટલે આપ સમગ્ર દિવસ ખૂબ આનંદમાં વિતાવવો. પ્રવાસ પર્યટન સુંદર ભોજન અને પ્રિયજનના સંગાથથી આપ રોમાંચિત રહેશો. પત્‍નીના સંગથી મન પ્રસન્‍ન રહેશે.

સિંહ: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આજે કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોમાં સાવધાનીપૂર્વક વર્તવાની સલાહ છે. મન આજે સંવેદનશીલતાથી આર્દ્ર રહેશે તેથી આપ ભાવનાઓના પ્રવાહમાં તણાઇને કોઇ અવિચારી નિર્ણય ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું. મહિલાઓની બાબતમાં વિશેષ ધ્‍યાન આપવું. વાણી તથા વર્તનમાં જેટલી સ્પષ્ટતા અને પારદર્શકતા હશે એટલા તમે ફાયદામાં રહેશો. વિદેશથી સમાચાર મળે.

કન્યા: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. ઘર, પરિવાર અને વેપાર એમ તમામ ક્ષેત્રે આપના માટે લાભ પ્રતીક્ષા કરી રહ્યો છે. મિત્રો સાથે આનંદદાયક પ્રવાસ પર્યટન થાય તો દાંપત્‍યજીવનમાં પણ આપ વધુ ઘનિષ્‍ઠતા કેળવી શકશો. સ્‍ત્રી મિત્રો વિશેષ લાભકારી પુરવાર થશે. ધનપ્રાપ્તિ માટે પણ શુભ સમય છે. વેપારની ઉઘરાણી અર્થે પ્રવાસ થાય. અપરિણિતા માટે જીવનસાથીની તલાશમાં સફળતા મળે.

તુલા: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આજે આપને માટે નોકરીમાં બઢતીના યોગો જણાઈ રહ્યા છે. અધિકારીઓની કૃપાદૃષ્ટિ આપના પર રહેશે. કુટુંબજીવનમાં અને ગૃહસ્‍થજીવનમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ છવાયેલું રહેશે. મનમાં સંવેદનશીલતા વધશે. માતા તરફથી ફાયદો થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય. જમીન મિલકતા દસ્‍તાવેજો કરી શકાય. વ્‍યવસાય ક્ષેત્રે સારો અને સફળ દિવસ છે.

વૃશ્ચિક: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ અનુકૂળતા અને પ્રતિકૂળતાઓથી મિશ્રિત હશે. લેખન સાહિત્‍યને લગતી પ્રવૃત્તિઓ કરશો. વ્‍યવસાયના સ્‍થળે હરીફાઈ, મંદી અને ગ્રાહકોની નવી નવી માંગને ધ્યાનમાં રાખવા જતા સામાન્ય કરતા થોડી મુશ્કેલ પરિસ્થિતિ રહે. નોકરીમાં ઉપરી અધિકારીઓનું વલણ વધુ કડક હોય તેવું લાગે માટે આવી સ્થિતિમાં તેમની સાથે વધુ પડતી ચર્ચામાં પડવાનું ટાળજો. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ન કરવો. સંતાનો પર પોતાના વિચારો જીદપૂર્વક લાદવાનો પ્રયાસ ના કરવો. પ્રવાસની શક્યતા છે. ધનખર્ચ થાય.

ધન: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે કોઇપણ નવા કાર્યની શરૂઆત ન કરવાની સલાહ આપવામાં આવે છે. રોગોપચારની શરૂઆત પણ ન કરવી. વાણી અને વર્તન પર સંયમ રાખવો. અતિસંવેદનશીલતા આપના મનને વ્‍યથિત બનાવે માટે વ્યવહારુ અભિગમ રાખવાની ખાસ સલાહ છે. તબિયત પણ થોડી સંભાળવી જરૂરી છે. ધનખર્ચ વધે. અનૈતિક સંબંધો અને નિષેધાત્‍મક કાર્યોથી દૂર રહેવું. મુસાફરી ન કરવી. ઇશ્વર આરાધના અને યોગધ્‍યાનથી મન શાંત થાય.

મકર: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આજે આપનો દિવસ શુભ નીવડશે. સુરૂચિપૂર્ણ ભોજન, ઉત્તમ વસ્‍ત્રો અને વિજાતીય વ્‍યક્તિઓ સાથેની મિલનમુલાકાતથી આપનો દિવસ ખુશખુશાલ પસાર થશે. વ્‍યવસાયના ક્ષેત્રે વિવિધ એજન્‍સીઓ દ્વારા આપના વેપારનો વિકાસ થાય. દલાલી, કમિશન, વ્‍યાજ વગેરેની આવક વધે તેથી આપનું આર્થિક પાસું સદ્ધર બને. વિચારોમાં અનિર્ણાયકતા રહે. તંદુરસ્‍તી સારી રહે. આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય. ટૂંકી મુસાફરીના યોગ છે.

કુંભ: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. વર્તમાન સમયમાં આપને કાર્યોમાં સફળતા મળશે અને યશકીર્તિ પ્રાપ્‍ત થશે. આજે આપના સ્‍વભાવમાં વધુ પડતી સંવેદનશીલતા હોય. મોસાળ તરફથી કોઇ સારા સમાચાર મળે. ઘરમાં પ્રફુલ્લિત વાતાવરણ હરે. નોકરીમાં પણ આપને સાથી કાર્યકરોનો સાથ સહકાર મળી રહે. તન અને મનથી આપ પ્રફુલ્લિતતાનો અનુભવ કરો. કૌટુંબિક વાતાવરણ સુખશાંતિભર્યું હોય.

મીન: આજે કર્ક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આજે આપની કલમ અને સર્જનશક્તિ વધુ નીખરશે. કલ્‍પનાશક્તિથી આપ સાહિત્‍યની દુનિયામાં વિહરશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રિયપાત્રો એકબીજાની વધુ નિકટ આવશે. સ્‍વભાવમાં ભાવુક્તા વિશેષ પ્રમાણમાં રહે. માનસિક સમતુલા જાળવી રાખવી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.