નવી દિલ્હીઃ ટેન્ક ડ્રાઈવર મનદીપ સિંહે રશિયામાં યોજાયેલી વર્લ્ડ મેન બેટલ ટેન્ક મેનૂઓવર્સ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. મનદીપ સિંહે યુદ્ધના મેદાનમાં 50 ટનના મશીનને એટલી સરળતાથી ચલાવ્યું કે, દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
શૌર્ય ચક્રથી સન્માનિત બ્રિગેડિયર હરદીપ સિંહ સોહીએ તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો છે. વીડિયોમાં ભારતીય ટેન્કમેન મનદીપ સિંહને ટેન્ક ચલાવતા અને નદીઓ અને પુલોને પાર કરતા જોઈ શકાય છે.
આંતરરાષ્ટ્રીય મંચ પર મહત્વની સિદ્ધિ:સ્પર્ધામાં, સિંહે નોંધપાત્ર કૌશલ્ય અને ચોકસાઈનું પ્રદર્શન કર્યુ હતું, વિશ્વભરના હરીફોને હરાવીને તેમને ટોચનું સ્થાન મેળવ્યું છે. તેમની જીત માત્ર ભારતીય ટેન્ક ક્રૂના કૌશલ્યને ઉજાગર કરે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર એક મહત્વપૂર્ણ સિદ્ધિનું પ્રતીક પણ છે.
શું છે સ્પર્ધાના નિયમો?:નિયમો અનુસાર ચાલક દળે વિવિઘ અવરોધોથી બચીને, નદીઓ અને પુલોને પાર કરતી વખતે 20 કિલોમીટર (12.5 માઇલ)નું અંતર કાપવાનું હોય છે. આ દરમિયાન ડ્રાઈવરે સતત ટાર્ગેટ પર ગોળીબાર કરવો પડે છે. જે લક્ષ્ય ચૂકી જનાર ટેન્કોને પેનલ્ટી લેપ મળે છે.તમને જણાવી દઈએ કે, આ સ્પર્ધા 2013માં શરૂ થઈ હતી. તેમાં રશિયા, કઝાકિસ્તાન, બેલારુસ અને આર્મેનિયાએ ભાગ લીધો હતો. પ્રથમ ચેમ્પિયનશિપનું આયોજન અલ્બીનોમાં થયું હતું.
- રાજસ્થાન હાઈકોર્ટે બળાત્કારના કારણે ગર્ભવતી બનેલી પીડિતાને 28 અઠવાડિયાના ગર્ભપાતની આપી મંજૂરી - abortion to rape victim
- ઉત્તરાખંડ ચારધામ યાત્રાઃ શ્રદ્ધાળુઓની સંખ્યા 12.14 લાખને પાર - Chardham Yatra