જૂનાગઢ: યોગ એ ભારતીય સંસ્કતિની પ્રાચીનતમ પદ્ધતિ છે. ત્યારે આપણા દેશમાં યોગ મુનિઓએ યોગ કરીને મોટી મોટી સિદ્ધિઓ હાંસિલ કરી છે. ત્યારે આજે જીવનના 6 દસકા પૂર્ણ કરેલા કરી ચૂકેલા મુનિન્દ્ર ભગત પાછલા 13 વર્ષથી સતત વિચરણ કરીને યોગ અને સંયમવાળું જીવન જીવી રહ્યા છે. તેઓ ઝારખંડના ભાગલપુરના રહેવાસી છે અને પોલિટિકલ સાયન્સમાં MA કર્યું હતું. જૂનાગઢમાં મુનિન્દ્ર ભગત કેટલાક દિવસથી ગિરનાર ક્ષેત્રમાં રોકાયા છે. જે યોગના કઠિન કહી શકાય અને ખાસ કરીને મયુરાસન કે જેને મોટાભાગના યોગાચાર્યો પણ ખૂબ જ સાવચેતી સાથે કરતા હોય છે. તે કરીને 6 દશકાના જીવન બાદ પણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
યોગી મયુરાસન કરી લે છે: 60 વર્ષિય મુનિન્દ્ર મુનિ હાલ જૂનાગઢ ખાતે રોકાયા છે. પાછલા 13 વર્ષથી સતત ધાર્મિક, આધ્યાત્મિક અને પ્રાકૃતિક ક્ષેત્રમાં સતત વિચરણ કરીને તેઓ સ્વાસ્થ્ય શરીરની સાથે મજબૂત મનોબળ યોગ થકી મેળવી રહ્યા છે. મુનિન્દ્ર ભગત પાછલા કેટલાક દિવસોથી જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં રોકાયા છે. અહીં તેઓ કુદરતના ખોળે યોગના વિવિધ આસનો લગાવીને પોતાની શારીરિક અને માનસિક તંદુરસ્તીને ખૂબ જ મજબૂત બનાવી છે. જીવનના 60 વર્ષ પૂર્ણ કરી ચૂકેલા મુનિન્દ્ર ભગત યોગમાં મહારથ મેળવીને યોગાચાર્યો પણ ખૂબ મુશ્કેલ એવું મયુરાસન પણ એકદમ સરળતાથી કરે છે. આ સિવાય મુનિન્દ્ર ભગત શિર્શાસન પણ ખૂબ લાંબા સમય સુધી કરી શકે છે.
બચપણથી યોગ અંગે માહિતગાર: મુનિન્દ્ર ભગત બચપણથી યોગ ક્રિયાઓ સાથે સંકળાયેલા છે. તેમના પિતાજી પણ યોગ ક્રિયાઓ સાથે દૈનિક રીતે જોડાયેલા હતા. આજથી 25 વર્ષ પૂર્વે રાંચીમાં બાબા રામદેવના યોગ કાર્યક્રમ અંતર્ગત તેમણે યોગને દૈનિક જીવનનો એક ભાગ બનાવ્યો હતો, મુનિન્દ્ર ભગત માને છે કે, પ્રાણાયામ અને યોગના આસનો સ્વસ્થ શરીર અને મન માટે ફાયદાકારક છે. તેઓ માને છે કે, પ્રત્યેક વ્યક્તિએ વ્યાયામ, કસરત કરવા જોઇએ. જેમાં શરીરમાંથી પરસેવો બહાર નીકળે તેવા કામો દિવસ દરમિયાન કરવા જોઈએ અને પ્રત્યેક વ્યક્તિએ ધુમ્રપાનથી દૂર રહીને કુદરતે આપેલા જીવનને સ્વાસ્થ્યતાપૂર્વક જીવવું જોઈએ.
મુંડકુ આસન મધુપ્રમેહમાં ઉપયોગી: યોગ અને પ્રાણાયામ કોઈપણ સ્વસ્થ શરીર અને મન માટે આજે પણ આટલા જ મહત્વના છે, ત્યારે મુંડકુ નામનું પ્રાણાયામ અને યોગનું આસન મધુ પ્રમેહ જેવા રોગમાં ફાયદાકારક માનવામાં આવ્યું છે. આ સિવાય યોગથી તન અને મનની તંદુરસ્તી વધે છે. જેનાથી કોઈપણ વ્યક્તિ માનસિક રીતે ભોગી અને રોગી મટીને યોગ ક્રિયાઓ બાદ જોગી બનતો હોય છે. યુવાનો પણ કસરત અને યોગ ક્રિયાને મહત્વ આપે અને તેને દૈનિક જીવનમાં પ્રાણાયામ અને યોગ ક્રિયાને સામેલ કરીને સ્વસ્થ્ય શરીરની સાથે ઉત્તમ મન સાથેનું જીવન જીવે તેઓ સંદેશ મુનિન્દ્ર મુનિએ આપ્યો હતો.
આ પણ વાંચો: