ETV Bharat / state

આવતીકાલે અમિત શાહ સાબરકાંઠાના આંગણે, અત્યાધુનિક કેટલફીડ પ્લાન્ટનું કરશે લોકાર્પણ - HIMMATNAGAR SABARDAN PLANT

હિંમતનગરના કેટલફીડ પ્લાન્ટમાં આવતીકાલે 800 મેગાટન પ્રતિ દિવસ ઉત્પન્ન કરી શકે તેવા અતિ આધુનિક સાબરદાણ પ્લાન્ટનું ગૃહમંત્રી લોકાર્પણ કરશે.

આવતીકાલે અમિત શાહ સાબરકાંઠાના આંગણે
આવતીકાલે અમિત શાહ સાબરકાંઠાના આંગણે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2024, 8:43 PM IST

સાબરકાંઠા: દેશના ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સાબરકાંઠા અને હિંમતનગર ખાતે અતિ આધુનિક સાબરદાણ પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે. આ સાથે સાથે ભારતભરમાં બાયોગેસ મામલે જાગૃતતા ફેલાવવા માટેની કાર રેલીનું હિંમતનગરના હાજીપુરથી પ્રસ્થાન પણ કરાવશે. જોકે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોને સાબરદાણ દ્વારા હવેથી અતિ આધુનિક પ્લાન્ટ થકી તમામ જરૂરિયાતોને સરળતાથી પહોંચી શકાશે તે નક્કી છે.

આમ, હિંમતનગર નજીક આવેલા હાજીપુર પાસેના કેટલફીડ પ્લાન્ટમાં આવતીકાલે 800 મેગાટન પ્રતિ દિવસ ઉત્પન્ન કરી શકે તેવા અતિ આધુનિક સાબરદાણ પ્લાન્ટનું દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત સાબરડેરીના પશુપાલકોને આ પ્લાન્ટના પગલે સાબરદાણમાં કોઈપણ પ્રકારની ખેંચ જોવા મળશે નહીં. પરિણામે પશુપાલકો માટે પણ આ પ્લાન્ટ અતિ મહત્વનો બની રહેશે.

અતિ આધુનિક સાબરદાણ પ્લાન્ટનું ગૃહમંત્રી લોકાર્પણ કરશે (Etv Bharat Gujarat)

જોકે શરૂઆતથી જ સાબર ડેરી પાસે 1000 મેગાટન સાબરદાણ બનાવવાનો પ્લાન્ટ હતો, છતાં કેટલાય પશુપાલકો માટે પશુદાણ માટે ખેંચ સર્જાતી હતી ત્યારે પ્રતિ દિવસ 800 મેગાટન સાબરદાણ બની શકે તે માટેના પ્લાન્ટની કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે શરૂઆત થશે. સાથે સાથે ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટે હિંમતનગરથી કાર રેલી શરૂ થશે. જે અંતર્ગત ગૃહમંત્રી અમિત શાહ હિંમતનગરના આંગણેથી કાર રેલીને લીલી જંડી આપશે, જે ભારતના વિવિધ રાજ્યોમાં બાયોગેસની જરૂરિયાત સમજાવી આગામી 26મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે.

તમને જણાવી દઈએ કે, ભારતમાં ચાર જગ્યાએથી રેલીનું પ્રસ્થાન પણ આવતીકાલેથી કરવામાં આવશે. જે થકી ભારતના મોટાભાગના રાજ્યોમાં બાયોગેસની જરૂરિયાત તેમજ તેની જાગૃતતા ફેલાય તે માટેનો પાયારૂપ પ્રયાસ થવાનો છે.

જોકે એક તરફ દિન પ્રતિદિન દૂધ તેમજ પશુપાલકો માટે ભાવ વધારા સહિત પશુદાણ મામલે વિરોધાભાસ પ્રગટતા રહે છે, ત્યારે આવતીકાલે ભારતના ગૃહમંત્રી દ્વારા હિંમતનગરના આંગણે શરૂ થનારો આ કેટલફીડ પ્લાન્ટ કેટલાય લોકો માટે આશાસ્પદ બનવાનો છે. સાબર ડેરીના મહિલા પશુપાલકો માટે વિશેષ જાગૃતતાની પણ શરૂઆત થશે. જોકે હિંમતનગરથી દેશભરમાં કાર રેલી શરૂ થવાની હોવાથી લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અહીં ગૃહમંત્રીના આગમનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારથી જ ગોઠવવામાં આવી રહ્યો છે. તેમજ સહકાર વિભાગના ઉત્તર ગુજરાતના અગ્રણીઓ સાબરડેરીના આંગણે પહોંચી ચૂક્યા છે અને સાબર ડેરી થકી પશુપાલકો પણ મોટી સંખ્યામાં હાજર રહેશે. ગૃહમંત્રી અમિત શાહ હિંમતનગરના આંગણે જાહેર સભા પણ સંબોધિત કરશે.

જોકે એક તરફ લાખો કરોડોના ખર્ચે પશુપાલકો માટે પાયારૂપ ગણાતું પશુદાણ આવતીકાલથી સાબરકાંઠા સહિત અરવલ્લીના પશુપાલકોને સરળતાથી મળી રહેશે તે નક્કી છે ત્યારે પશુપાલકો માટેના આ પ્રોજેક્ટ કેટલા સફર બને છે તે પણ મહત્વનું બની રહેશે.

આ પણ વાંચો:

  1. સફેદ મુસળીની સફળ ખેતી, એક કિલોનો ભાવ 2000 રૂપિયા મળતા ખેડૂતો રાજીના રેડ
  2. ઈકોઝોનના વિરોધમાં ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં, સાસણમાં ખેડૂત સભા યોજી ઘડી નવી રણનીતિ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.