ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાતમાં શ્રાવણનો બીજો અને ઉત્તરભારતમાં ચોથો સોમવાર, સોમનાથથી લઈને દેશના વિવિધ શિવમંદિરોમાં ભક્તોની ભીડ - Shravan Somvar 2024 - SHRAVAN SOMVAR 2024

શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોની ભીડ
શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોની ભીડ (તસ્વીર: સોમનાથ મંદિર ટ્રસ્ટ)

By ETV Bharat Gujarati Team

Published : Aug 12, 2024, 9:23 AM IST

Updated : Aug 12, 2024, 10:41 AM IST

ગિરસોમનાથ:ઉત્તરભારતમાં શ્રાવણ માસનો ચોથો સોમવાર છે જ્યારે ગુજરાતમાં શ્રાવણનો બીજો સોમવાર છે. પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહત્વ રહેલું છે તેથી શિવાલયોમાં ભક્તોની પણ વધારે ભીડ રહે છે. ત્યારે ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરથી લઈને ઉત્તરભારતના અનેક શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યાં હતાં.

LIVE FEED

10:39 AM, 12 Aug 2024 (IST)

છત્તીસગઢના રાંચીમાં શ્રાવણના ચોથા સોમવારે પહાડી મંદિરમાં ભાવિકો ઉમટ્યા

છત્તીસગઢના રાંચીમાં શ્રાવણના ચોથા સોમવારે પહાડી મંદિરમાં મોટી સંખ્યાંમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને ભગવાન ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

10:13 AM, 12 Aug 2024 (IST)

શ્રાવણનો ચોથો સોમવાર, રાજસ્થાનની રાજધાની જયપુરમાં ઝારખંડ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા આરતી

ઉત્તરભારતમાં શ્રાવણનો ચોથો સોમવાર છે, ત્યારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં પણ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જયપુર સ્થિત ઝારખંડ મહાદેવ મંદિરમાં લોકોએ શ્રાવણ માસના ચોથા સોમવારે વિશેષ પૂજા આરતી કરતી હતી

10:08 AM, 12 Aug 2024 (IST)

મુરાદાબાદમાં પ્રાચીન શિવગંગા મંદિરમાં ભક્તોએ કરી પૂજા-અર્ચના

ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં આવેલા પ્રાચીન બાબા શિવગંગા મંદિરમાં લોકોએ કરી પૂજા અર્ચના

10:01 AM, 12 Aug 2024 (IST)

ગોરખપુરના બાબા મુંજેશ્વર નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓએ કર્યુ જળાભિષેક

ઉત્તર પ્રદેશના ગોરખપુરના બાબા મુંજેશ્વર નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો

9:58 AM, 12 Aug 2024 (IST)

દિલ્હીના ગૌરી શંકર મંદિરમાં શિવભક્તોએ કરી ભગવાન શિવની વિશેષ આરાધના

ઉત્તરભારતમાં આજે શ્રાવણ માસનો ચોથો સોમવાર છે, ત્યારે લગભગ શિવ મંદિરોમાં મોટી સંખ્યા શ્રદ્ધાળુઓ વહેલી સવારથી ઉમટી પડ્યા છે. ત્યારે દિલ્હીના ગૌરી શંકર મંદિરમાં શિવભક્તોએ કરી ભગવાન શિવની વિશેષ આરાધના કરી હતી

9:52 AM, 12 Aug 2024 (IST)

વારાણસીના વિશ્વનાથ મંદિરમાં શ્રાવણના ચોથા સોમવારે વિશેષ પૂજા અર્ચના

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રાવણના ચોથા સોમવારે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી.

9:50 AM, 12 Aug 2024 (IST)

અમદાવાદના સદાશિવ મહાદેવ મંદિરમાં શ્રાવણના બીજા સોમવારે દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી

અમદાવાદના સદાશિવ મહાદેવ મંદિરમાં શ્રાવણના બીજા સોમવારે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી

9:13 AM, 12 Aug 2024 (IST)

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સોમનાથમાં શિવભક્તોનું ઘોડાપૂર

ગિર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શ્રાવણના બીજા સોમવારે ભક્તોની વિશેષ ભીડ જોવા મળી હતી. તો આ તરફ ઉત્તરભારતમાં શ્રાવણના ચોથા સોમવારે ભાવિકો દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતાં. સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો. મંદિર પરિસરમાં ભક્તોની ભારે કતાર જોવા મળી હતી. હર હર મહાદેવના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

Last Updated : Aug 12, 2024, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details