હૈદરાબાદ: હવામાન વિભાગ દ્વારા 15 તારીખ સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ઠંડા પવનો પણ ફૂંકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે.
12 તારીખે આ જિલ્લામાં પડી શકે છે વરસાદ: વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, સુરત, મહીસાગર, તાપી, નર્મદા, પંચમહાલમાં વરસાદી છાંટા પડી શકે છે.
ગુજરાતમાં સાત દિવસ સર્જાશે વરસાદી માહોલ (Etv Bharat) 13 તારીખે આ જિલ્લામાં પડી શકે છે વરસાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ડાંગ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, નર્મદા જિલ્લામાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં સાત દિવસ સર્જાશે વરસાદી માહોલ (Etv Bharat) 14 મેના રોજ આ જિલ્લામાં પડી શકે છે વરસાદ: અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, વડોદરા, ભરૂચ, ખેડા, આણંદ, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ડાંગ, વલસાડ, નર્મદા, પંચમહાલ, સુરત સહિત અનેક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઠંડા પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં સાત દિવસ સર્જાશે વરસાદી માહોલ (Etv Bharat) 15મે ના રોજ કયા પડી શકે છે વરસાદ ?: જૂનાગઢ, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ખેડા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, દાહોદ, રાજકોટ જિલ્લા સહિત અને વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં સાત દિવસ સર્જાશે વરસાદી માહોલ (Etv Bharat) અમદાવાદમાં હજુ બે દિવસ 43 ડિગ્રી તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ ગરમીમાં ઘટાડો નોંધાશે.
- વારાણસી લોકસભા બેઠક પર કોમેડીયન શ્યામ રંગીલાનું નોમિનેશન ન થતા વિડિયોમાં પોતાનો મત વ્યક્ત કર્યો. - SHYAM RANGEELA NOMINATION
- ઉત્તરકાશી પોલીસે વધુ ભીડને કારણે યાત્રાળુઓને યમુનોત્રી યાત્રા આજે મોકૂફ રાખવાની કરી અપીલ - Yamunotri Route Pilgrims Crowd