ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અદાણી-અંબાણી મુદ્દે રાહુલ ગાંધીનો પીએમ મોદીને વળતો જવાબ - Rahul Gandhi Reply - RAHUL GANDHI REPLY

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની ટિપ્પણી અંગે વળતો જવાબ આપ્યો અને વડા પ્રધાનને પડકાર ફેંક્યો કે, તેઓ આ વાતની તપીસ CBI અને ED જોડે કરાવે કે શું ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીને કાળું નાણું મોકલ્યું હતું. રાહુલે વડાપ્રધાન પર કટાક્ષ કર્યો અને પૂછ્યું કે શું તેઓ તેમના અંગત અનુભવથી બોલી રહ્યા છે.

Rahul Gandhi
Rahul Gandhi (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 9, 2024, 8:00 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો કે શું ઉદ્યોગપતિ અદાણી અને અંબાણીએ તેમની પાર્ટીમાં કાળું નાણું મોકલ્યું છે કે કેમ તે અંગે સીબીઆઈ અથવા ઇડી જોડે તપાસ કરાવે અને ટોણો માર્યો કે શું તેઓ ટેમ્પોમાં પૈસા મોકલે છે? શું મોદી તેમના "વ્યક્તિગત અનુભવથી" આવુ બોલી રહ્યા છે. તેમણે મોદીને પૂછ્યું કે શું તેઓ 'ડરેલા' છે.

ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો: ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા જ્યારે મોદીએ એક ચૂંટણી રેલીમાં તેમના પર પ્રહાર કર્યો અને પૂછ્યું કે, તેમણે અદાણી અને અંબાણીને શા માટે ગાળો દેવાનુ બંધ કર્યું છે અને શું બદલામાં તેમની પાર્ટી તેમની પાસેથી પૈસા મેળવે છે.

વીડિયો સંદેશ : ગાંધીએ વીડિયો સંદેશમાં કહ્યું, "મોદીજી, શું તમે ડરી ગયા છો? સામાન્ય રીતે તમે અદાણી અને અંબાણી વિશે બંધ બારણે વાત કરો છો, પરંતુ તમે પહેલીવાર જાહેરમાં અદાણી અને અંબાણી વિશે વાત કરી છે. "તમે એ પણ જાણો છો કે તેઓ ટેમ્પોમાં પૈસા મોકલે છે શું આ તમારો વ્યક્તિગત અનુભવ છે?" ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું.

CBI, ED પાસે તપાસ કરાવો: તેમણે કહ્યું, એક કામ કરો CBI, ED ને તેમની પાસે મોકલો અને સંપૂર્ણ તપાસ કરાવો અને ડરશો નહીં. ગાંધીએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, દેશ જાણે છે કે ભાજપના ભ્રષ્ટાચારની ગતિનો ચાલક અને સહાયક કોણ છે.

તેમણે કહ્યું કે, પીએમ મોદીએ જે પૈસા બે ઉદ્યોગપતિઓને આપ્યા છે. કોંગ્રેસ પાર્ટી ભારતની જનતાને વિવિધ યોજનાઓ દ્વારા તેટલી જ રકમ આપશે જેનું વચન પાર્ટીએ આપ્યું છે.

કોંગ્રેસ દેશમાં કરોડો 'લખપતિ' બનાવશે: કોંગ્રેસ વડાપ્રધાન પર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સહિત દેશના ટોચના પાંચ ઉદ્યોગપતિઓની તરફેણ કરવાનો આરોપ લગાવી રહી છે. ગાંધીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાને 22 અબજોપતિ બનાવ્યા છે ત્યારે કોંગ્રેસ દેશમાં કરોડો 'લખપતિ' બનાવશે.

વડાપ્રધાન સ્પષ્ટ બહુમતી ન મળવાથી હતાશ: AICCના જનરલ સેક્રેટરી જયરામ રમેશે પણ તેમના નિવેદન પર મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, વડાપ્રધાન સ્પષ્ટ બહુમતી ન મળવાથી હતાશ છે અને હવે પોતાના મિત્રો પર હુમલો કરી રહ્યા છે. 'હમ દો, હમારે દો'ના પપ્પાએ આજે ​​શું કહ્યું? તે કહે છે કે તેના બે મિત્રો અદાણી અને અંબાણી પાસે કાળુ નાણુ છે.

વડાપ્રધાન, તમારા સનસનાટીભર્યા નિવેદનથી ત્રણ પ્રશ્નો ઉભા થાય છે. પહેલો એ છે કે તમે 8 નવેમ્બર, 2016ના રોજ ટીવી પર દેખાયા અને ડિમોનેટાઈઝેશનની જાહેરાત કરી. આજે આઠ વર્ષ પછી તમે કહી રહ્યા છો કે આ બે ઉદ્યોગપતિઓ પાસે કાળું નાણું ભરેલું છે. બીજું, જો આ બે લોકો પાસે આટલું બધું કાળું નાણું છે તો તમે બે મુખ્ય પ્રધાનોને ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ધકેલી દીધા પછી પણ તેમની સામે ED, CBIની કાર્યવાહી કેમ ન થઈ? શું ઈડી, સીબીઆઈ કુંભકરણની જેમ સૂઈ રહી છે?

  • રમેશે કહ્યું કે, છેલ્લા 10 વર્ષોમાં ખાનગીકરણ થયું છે અને બધું ઉદ્યોગપતિઓને વેચી દીધુ છે.

કોંગ્રેસ નેતાનો આરોપ: કાળું નાણું ક્યાંથી આવે છે? તમારે જવાબ આપવો જોઈએ." કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, "વાસ્તવિક વાત એ છે કે તમે હતાશ થઈ ગયા છો અને પરેશાન છો અને તમે જાણો છો કે તમને 4 જૂને સ્પષ્ટ બહુમતી નથી મળી રહી અને તેથી જ તમે તમામ પ્રકારની વાતો ઉભી કરી રહ્યા છો.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કહ્યું, ત્રીજા તબક્કામાં જ, દેશના લોકોએ મોદીજીની ગતિ ધીમી કરી દીધી છે. તેથી તેઓ તેમના મિત્રોની ગતિને યાદ કરી રહ્યા છે. કૃપા કરીને જવાબ આપો, દેશ જાણવા માંગે છે.

કાળા નાણાથી લોડ ટેમ્પો: વડા પ્રધાન મોદીએ બુધવારે કોંગ્રેસ પર અંબાણી અને અદાણી સાથે 'સોદો' કરવાનો આરોપ લગાવ્યો હતો અને પૂછ્યું હતું કે, શું રાહુલ ગાંધીને ગાળો બોલવાનુ બંધ કરવા માટે આ બંને ઉદ્યોગપતિઓ પાસેથી 'કાળા નાણાથી લોડ ટેમ્પો' મળ્યો છે.

તેમણે કહ્યું, "જ્યારથી રાફેલ મુદ્દો શાંત થયો, ત્યારથી તેઓએ પાંચ ઉદ્યોગપતિઓના સૂર ગાવાનું શરૂ કર્યું. પછી તેઓએ અંબાણી-અદાણીને બોલાવવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે આ લોકો (કોંગ્રેસ)એ અંબાણી-અદાણીને ગાળો બોલવાનુ બંદ કરી દીધુ છે.

હું તેલંગાણાની ધરતી પરથી પૂછવા માંગુ છું, શહેજાદાને જાહેર કરવા દો કે, અંબાણી-અદાણી પાસેથી કેટલા પૈસા લીધા છે. શું કોંગ્રેસ પાસે પૈસા ઝડપથી પહોંચી ગયા છે? એવો શું સોદો છે કે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો બોલવાનુ બંધ કરી દીધુ છે. તેમણે તેલંગાણાના વેમુલાવાડામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતુ.

વડા પ્રધાને કહ્યું, ચોક્કસપણે કંઈક ગડબડ છે. પાંચ વર્ષ સુધી તેઓએ અદાણી-અંબાણીને ગાળો આપી અને હવે રાતોરાત બંધ થઈ ગયા. તેનો અર્થ એ છે કે તમને 'ચોરીના માલનો લોડ ટેમ્પો મળ્યો છે. કાળું નાણા નાણાની કેટલી બોરીઓ ભરીને પૈસા લીધા છે? તમારે દેશને જવાબ આપવો પડશે.

  1. મોદીએ પોતાના મિત્રો પર હુમલો કર્યો, રાહુલે અદાણીનો 103 વખત ઉલ્લેખ કર્યો, અંબાણીનો 30 વખત ઉલ્લેખ: કોંગ્રેસે પીએમ પર વળતો પ્રહાર - congress reaction on pm modi
  2. "દોસ્ત-દોસ્ત ના રહા" પીએમ મોદીના નિવેદન પર ખડગનો વળતો પ્રહાર, પ્રિયંકાએ કર્યો ગંભીર આક્ષેપ - Mallikarjun Kharge On Ambani Adani

ABOUT THE AUTHOR

...view details