નવી દિલ્હી:સંસદનું આગામી શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
રિજિજુએ એક પોસ્ટમાં કહ્યું કે, આ કાર્યક્રમ બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠ પર બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં ઉજવવામાં આવશે.
આ સત્ર મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાતના બે દિવસ બાદ યોજાશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી શિયાળુ સત્રમાં મોદી સરકારના વિવાદાસ્પદ વકફ (સુધારા) બિલને બંને ગૃહોમાં પસાર કરવા પર ભાર મૂકવામાં આવશે. આ સિવાય 'વન નેશન, વન ઇલેક્શન' પર એક બિલ રજૂ કરવામાં આવી શકે છે.