સુરત: કોંગ્રેસને મોટી મુશ્કેલીમાં મૂકીને આખરે તેમના ઉમેદવાર નિલેશ કુંભાણી ક્યાં છે તે અંગે પોતે કોંગ્રેસને પણ ખબર નથી. ત્યારે આ વિશ્વાસઘાતના આરોપસર હવે આમ આદમી પાર્ટી નિલેશ કુંભાણીનો વિરોધ કરી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડીયા આજે વરાછા પોલીસ મથક પહોંચ્યા હતા અને નિલેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
આપ નેતા દિનેશ કાછડીયાએ નિલેશ કુંભાણી વિરુદ્ધ પોલીસ ફરીયાદની કરી માંગણી - Nilesh Kumbhani police complaint - NILESH KUMBHANI POLICE COMPLAINT
આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા આજે વરાછા પોલીસ મથકમાં પહોંચ્યા હતા. તેઓએ નિલેશ કુંભાણી ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે પોલીસ મથકમાં પહોંચીને તેઓએ લેખિત ફરિયાદ કરી હતી કે, નિલેશ કુંભાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.અને તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.NILESH KUMBHANI POLICE COMPLAINT
Published : Apr 24, 2024, 5:29 PM IST
યોગ્ય તપાસ કરવામાં આવે: દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે, હું સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહું છું. સુરત લોકસભા મતવિસ્તારમાં મતદાતા છું. મારો મતનો અધિકાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભારીએ છીનવી લીધો છે. એના કારણે આજે પોલીસમથક પહોંચીને તેમના વિરુદ્ધ ફરિયાદ કરવા માટેની અપીલ કરી છે. જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહી લેવામાં આવે તો હું કોર્ટમાં ફરિયાદ કરીશ. જે ઘટના બની છે તેની ચકાસણી કરવામાં આવે તો જિલ્લા કલેકટર ઉપર પોલીસ ફરિયાદ થઈ શકે છે.
ગંભીર આક્ષેપો કર્યા: તેઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આ ષડયંત્રના ભાગરૂપે નિલેશ કુંભાણીએ સમગ્ર બાબતને અંજામ આપ્યો છે. તેઓએ 15 કરોડ રૂપિયા લીધા છે એટલું જ નહીં સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં તેને બે સીટ માટેની સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં તેણે ટિકિટ પણ આપવા માટેની વાત થઈ છે.