ગાંધીનગર : પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષણ દળના વિવિધ વિભાગમાં સેવા આપતા જવાનોનું તેમની કર્તવ્યનિષ્ઠા, શૌર્ય અને સેવા માટે સન્માન કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર મેળવનારાઓમાં પોલીસ વિભાગ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણના કર્મચારીઓ અને સુધારાત્મક સેવામાં કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
942 પોલીસકર્મીનું ખાસ સન્માન : પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા કુલ 942 પોલીસકર્મી, ફાયરકર્મી અને નાગરિક સંરક્ષણ કર્મચારીઓને વિવિધ શ્રેણીઓમાં શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે. આમાં 95 શૌર્ય ચંદ્રકોનો સમાવેશ થાય છે.
- શૌર્ય પુરસ્કાર...
શૌર્ય પુરસ્કાર (GM) જીવન અને મિલકત બચાવવા અથવા ગુના અટકાવવા અને ગુનેગારોની ધરપકડ કરવામાં દુર્લભ અને નોંધપાત્ર બહાદુરી માટે એનાયત કરવામાં આવે છે, જે જોખમનો અંદાજ સંબંધિત અધિકારીની જવાબદારી અને ફરજોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
આ વખતે શૌર્ય પુરસ્કાર વિજેતાઓમાં ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત 28, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં તૈનાત 28, ઉત્તરપૂર્વ ક્ષેત્રમાં તૈનાત ત્રણ અને અન્ય પ્રદેશોમાં તૈનાત 36 લોકોને તેમની બહાદુરીભર્યા કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
- વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ...
રાષ્ટ્રપતિ મેડલ ફોર ડિસ્ટિનિશ્ડ સર્વિસ (PSM) સેવામાં ખાસ વિશિષ્ટ રેકોર્ડ માટે આપવામાં આવે છે. આ વખતે વિશિષ્ટ સેવા (PSM) માટે 101 રાષ્ટ્રપતિ મેડલમાં 85 પોલીસ કર્મચારીઓને, પાંચ ફાયર સર્વિસ કર્મચારી, સાત નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ જવાન તથા ચાર સુધારાત્મક સેવાના જવાનોનો સમાવેશ થાય છે.
- પ્રતિષ્ઠિત સેવા મેડલ...
મેરિટોરિયસ સર્વિસ મેડલ (MSM) સંસાધન અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દ્વારા દર્શાવવામાં આવતી મૂલ્યવાન સેવા માટે એનાયત કરવામાં આવે છે. આ વખતે 746 મેરિટોરિયસ સર્વિસ (MSM) મેડલમાંથી 634 પોલીસ વિભાગ, 37 ફાયર સર્વિસ, 39 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સર્વિસને અને 36 કરેક્શનલ સર્વિસને એનાયત કરવામાં આવ્યા છે.
ગુજરાતનું ગૌરવ :
ગુજરાત પોલીસ વિભાગના 2 પોલીસકર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ અને 9 પોલીસકર્મીઓને પ્રતિષ્ઠિત સેવા મેડલથી સન્માનિત કરાયા છે. આ ઉપરાંત હોમગાર્ડ વિભાગના 6 જવાનોને પ્રતિષ્ઠિત સેવા મેડલથી સન્માનિત કરાયા છે.
શૌર્ય પુરસ્કાર (GM)
- બ્રજેશ કુમાર ઝા, પોલીસ કમિશનર
- દિગ્વિજયસિંહ પથુભા ચુડાસમા, નાયબ અધિક્ષક પોલીસ
વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ (PSM)
- ચિરાગ મોહનભાઈ કોરાડિયા, ઇન્સ્પેક્ટર જનરલ
- નિલેશ ભીખાભાઈ જાજડિયા, ઇન્સ્પેક્ટર જનરલ
- અશોકકુમાર રામજીભાઈ પાંડોર, નાયબ પોલીસ અધિક્ષક
- દેવદાસ ભીખાભાઈ બારડ, આસીસ્ટન્ટ કમાન્ડન્ટ
- સુરેન્દ્રસિંહ દિલીપસિંહ યાદવ, કોન્સ્ટેબલ
- હિરેનકુમાર બાબુલાલ વરણાવા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર
- બાબુભાઈ જેઠાભાઈ પટેલ, સબ ઈન્સ્પેક્ટર
- મુકેશકુમાર આનંદપ્રકાશ નેગી, હેડ કોન્સ્ટેબલ
- હેમાંગકુમાર મહેશકુમાર મોદી, હેડ કોન્સ્ટેબલ
પ્રતિષ્ઠિત સેવા મેડલ (MSM)
- વિકાસભાઈ રામકૃષ્ણ પાટીલ, ઓફિસર કમાન્ડિંગ
- ગીતાબેન સવજીભાઈ ગોહિલ, પ્લાટૂન કમાન્ડર
- તુલસીભાઈ આલાભાઈ ઝાલા, હવાલદાર
- જાલમભાઈ વશરામભાઈ મકવાણા, ડિવિઝનલ વોર્ડન
- જયેશ દેવજીભાઈ વેગડા, ડેપ્યુટી ચીફ વોર્ડન
- નંદુભાઈ બાબાભાઈ પટેલ, ડેપ્યુટી ચીફ વોર્ડન