ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોલકાત્તા રેપ વીથ મર્ડરની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ, ગુજરાતથી લઈને દિલ્હીમાં તબીબોમાં રોષ - kolkata Doctor rape case

કોલકાત્તા રેપ વીથ મર્ડરની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ
કોલકાત્તા રેપ વીથ મર્ડરની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 16, 2024, 10:23 AM IST

Updated : Aug 16, 2024, 3:47 PM IST

નવી દિલ્હી/રાજકોટ: કોલકાતામાં ટ્રેઈની તબીબ સાથે બળાત્કાર-હત્યાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ છવાયો છે અને આ આક્રોશ વધુને વધુ વધી રહ્યો છે ત્યારે આજે શુક્રવારે IMA, DMA અને ખાનગી ડૉક્ટરો દ્વારા સાંજે ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે. કોલકાત્તા સહિત રાજધાની દિલ્હી અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં પણ તબીબોમાં આક્રોશ છવાયો છે અને આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હડતાળ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

LIVE FEED

2:58 PM, 16 Aug 2024 (IST)

અમદાવાદની એસવીપી અને એન એમ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ પ્રદર્શન

અમદાવાદ:કોલકત્તામાં રેસીડેન્ટ મહિલા તબીબ સાથે બનેલ દુષ્કર્મ અને હત્યા માં પડઘા ભારત ભરમાં પડ્યા છે. ત્યારે આજે તબીબોની દેશ વ્યાપી હડતાળના પગલે અમદાવાદના એલિસબ્રિજ ખાતે આવેલી SVP(સરદાર વલ્લભભાઈ પટેલ) હોસ્પિટલના તબીબોએ "જે ફોર જસ્ટીસ" અને અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ ખાતે આવેલ એન.એમ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા "માનવતા કી યહીં પુકાર, મહિલાઓ કા હો સતકાર"ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે0.

અમદાવાદની એસવીપી અને એન એમ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ પ્રદર્શન (ETV Bharat Gujarat)

2:28 PM, 16 Aug 2024 (IST)

બંગાળી ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના કલાકારો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા

કોલકાતા (પશ્ચિમ બંગાળ): બંગાળી ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના કલાકારો 16 ઓગસ્ટના રોજ કોલકાતાના ડૉક્ટર બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વિરોધ કરી રહેલા ડોકટરો સાથે જોડાયા હતા. અભિનેતા અલીવિયા સરકારે કહ્યું, "અમે અવાચક છે અને અમને ન્યાય જોઈએ છે અને યોગ્ય ઉકેલ જોઈએ છે, આ માનવીય બાબત નથી... મને લાગે છે કે દરેક વ્યક્તિ આ આંદોલને દેશને હચમચાવી નાખ્યો છે અને દરેક વ્યક્તિ તેના વિશે વાત કરી રહી છે બધાને ન્યાય જોઈએ છે."

બંગાળી ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના કલાકારો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા (Etv bharat bengal)

1:56 PM, 16 Aug 2024 (IST)

રાજકોટ સિવિલમાં તબીબોએ પાડી હડતાળ, કાળા વસ્ત્રો પહેરીને વિરોધ નોંધાવ્યો

રાજકોટ: કોલકત્તામાં રેસીડેન્ટ મહિલા તબીબ સાથે બનેલ દુષ્કર્મ અને હત્યા માં પડઘા ભારત ભરમાં પડ્યા છે. ત્યારે આજે તબીબોની દેશ વ્યાપી હડતાળના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો પણ ટેકો જાહેર કરી રહ્યાં છે. રાજકોટના રેસીડેન્ટ ડોક્ટરો દ્વારા મેડિકલ કોલેજ ખાતે કાળા કપડાં પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો. ડોક્ટરો દ્વારા સુરક્ષાને લઈને ઉઠાવ્યા અનેક સવાલ ઉઠાવ્યા છે. ત્યારે લ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી થી તબીબો અળગા રહીને તબીબોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ડોકટરો માત્ર ઈમરજન્સી સેવામાં ફરજ બજાવી રહ્યાં છે. બીજી તરફ તબીબોની હડતાળને લઈને સામાન્ય સારવાર લેવા માટે આવતા દર્દીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.

રાજકોટ સિવિલમાં તબીબોએ પાડી હડતાળ (Etv Bharat Gujarat)

10:59 AM, 16 Aug 2024 (IST)

રાજધાની દિલ્હીમાં પણ કોલકાત્તાની આરજી કર મેડકલ કોલેજની મહિલા રેસિડન્ટ તબીબ સાથે બળાત્કાર અને હત્યાના વિરોધમાં પ્રદર્શન

નવી દિલ્હી: લેડી હાર્ડિંજ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જુનિયર ડોકટરોએ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે થયેલા બળાત્કાર અને હત્યાના વિરોધમાં પ્રદર્શન કર્યું.

10:54 AM, 16 Aug 2024 (IST)

નાયર હોસ્પિટલના જુનિયર ડોકટરો અને તબીબી વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

મુંબઈ: નાયર હોસ્પિટલના જુનિયર ડોકટરો અને તબીબી વિદ્યાર્થીઓ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના વિરોધમાં રેલી યોજીને પ્રદર્શન કર્યુય

10:29 AM, 16 Aug 2024 (IST)

કોલકાત્તા રેપ વીથ મર્ડરની ઘટનાના ગુજરાતમાં પણ પડઘા, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ પાડી હડતાળ

કોલકાતામાં ટ્રેઈની તબીબ સાથે બળાત્કાર-હત્યાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ છે ત્યારે આ ઘટનાને લઈને તબીબોનો વિરોધ વધી રહ્યો છે. કોલકાત્તાથી લઈને દિલ્હી અને ગુજરાતમા પણ આ ઘટનાને લઈને તબીબો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 700થી વધારે તબીબો હડતાળ પર ઉતર્યા હોવાનું જાણવા મળ્યું છે.

કોલકાત્તા રેપ વીથ મર્ડરની ઘટનાના ગુજરાતમાં પણ પડઘા (Etv Bharat Gujarat)
Last Updated : Aug 16, 2024, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details