ETV Bharat / state

ભાજપ નેતાએ ગુજરાતમાંથી અલગ રાજ્ય ભીલીસ્તાનની માગ કરી, જુઓ VIDEO - MAHESH VASAVA

ભાજપ નેતા મહેશ વસાવાએ અલગ ભીલીસ્તાન રાજ્યની માગને સમર્થન આપ્યું છે અને નવું રાજ્ય માગ્યું છે. અગાઉ ચૈતર વસાવાએ પણ ભીલીસ્તાનની માંગ કરી હતી.

ભાજપ નેતા મહેશ વસાવા
ભાજપ નેતા મહેશ વસાવા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2025, 8:07 PM IST

ડેડીયાપાડા: ગુજરાતમાં થોડા સમયથી ફરી એકવાર અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠી છે. આદિવાસી વિસ્તારમાંથી કેટલાક નેતાઓ દ્વારા અલગ ભીલ પ્રદેશ રાજ્યની માંગ કરવામાં આવી રહી છે. જેને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટતા કરી હતી અને આ સમગ્ર બાબતે તેમનું શું માનવું છે તે પણ જણાવ્યું હતું.

મહેશ વસાવાએ પણ કરી અલગ ભીલીસ્તાનની માંગ
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બાદ હવે અલગ ભીલીસ્તાન માટે ભાજપના આગેવાન અને ભીલીસ્તાન ટાઇગર સેનાના અધ્યક્ષ મહેશ વસાવાએ આ માગણી દોહરાવી છે. ભીલીસ્થાન વિકાસ મોરચા અને ભીલીસ્થાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગુજરાત, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની સરકારને મળી અલગ ભીલીસ્તાન રાજ્યની માંગણીસાથે રાજયપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

તેમણે કહ્યું કે, પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમુદાય વસવાટ કરે છે. જે આદિવાસી સમુદાયના સંપૂર્ણ વિકાસ અને વિવિધ બોલીઓ અને સાંસ્કૃતિક ઓળખ ટકી રહે તે માટે એક રાજ્યની રચનાની માંગ કરવામાં આવી છે.પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમુદાયો અપૂરતા વિકાસ અને રાજકીય તેમજ નીતિગત નિર્ણયોમાં ઉપેક્ષા સામે વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી ભીલિસ્તાન વિકાસ મોરચાના બેનર હેઠળ શિસ્તબદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢનું નિર્માણ કર્યું હતું તેવી જ રીતે ભીલીસ્તાનને અલગ રાજ્ય જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.

મહેશ વસાવાએ ભીલીસ્તાનની કરી માંગ (ETV Bharat Gujarat)

મનસુખ વસાવાએ અલગ રાજ્યની માંગ કરતા નેતાઓને લીધા આડેહાથ
તાજેતરમાં જ ડેડીયાપાડાની ઇનરેકા સંસ્થામાં 41 વાર્ષિક મહોત્સવમાં રાજ્યના આદિજાતી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તથા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. આ દરમિયાન મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ વાત કરતા અલગ ભીલીસ્તાનની માંગ કરનારા નેતાઓને રોકડું પકડાવ્યું હતું. સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું કે, ભીલ પ્રદેશની માંગોને લઈને ખોટી શક્તિ વેડફી રહ્યા છે. જે લોકો ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છે એ બિલકુલ ખોટી માંગણીઓ છે. પહેલા એ નક્કી કરે છે કે આ પ્રદેશની રાજધાની ક્યાં હશે? રાજેસ્થાન વાળા કહે છે કે, માનગઢ અમારી રાજધાની હશે, ગુજરાત વાળા કહે છે કે કેવડિયા અમારી રાજધાની હશે. આ લોકોને એક ગુમરાહ કરવાની વાત કરી રહ્યા છે.

તેમણે કહ્યું, એમની વાતમાં હું સહમત નથી અને આ ભીલ પ્રદેશની માગણીઓમાં બધી પાર્ટી ભેગી થવાની છે કે આપ, ભાજપ કે કોંગ્રેસ હોય એ લોકો ભેગા થવાના છે, એ શક્ય નથી. અને હાલ ભાજપ પાર્ટી જે કરી રહી છે જે આદિવાસીઓનો વિકાસ જ કરી રહી છે.

આ પણ વાંચો:

  1. સમલૈંગીક સંબંધો દરમિયાન તકરાર થતા છોટાઉદેપુરમાં મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધું
  2. છોકરીનો નંબર માંગવો જીવલેણ સાબિત થયો, તાપીમાં મારપીટનો બનાવ હત્યામાં ફેરવાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.