ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : 5 hours ago

ETV Bharat / bharat

આયુષ્માન યોજનામાં કઈ હોસ્પિટલ સામેલ છે, કેવી રીતે જાણશો ? આવો જાણીએ... - Ayushman Yojna How To Find Hospital

કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજનાનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. આ યોજના હેઠળ સરકારી અને ખાનગી હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમારા વિસ્તારની કઈ હોસ્પિટલ આ યોજનાનો લાભ આપી રહી છે તે જાણવું પણ સરળ છે, આવો જાણીએ... Ayushman Yojana How To Find Hospital

આયુષ્માન યોજનામાં કઈ હોસ્પિટલ સામેલ
આયુષ્માન યોજનામાં કઈ હોસ્પિટલ સામેલ (ETV Bharat)

હૈદરાબાદ : કેન્દ્રની મોદી સરકારે હવે 70 વર્ષથી વધુ વયના વૃદ્ધો માટે આયુષ્માન યોજના લાગુ કરી છે. આ યોજના હેઠળ પરિવારના સભ્યોને 5 લાખ રૂપિયાના સ્વાસ્થ્ય લાભ પણ મળશે. આ રકમ સમગ્ર પરિવારને લાગુ પડે છે. આ યોજના વિશે તો દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ તેના હેઠળ કઈ હોસ્પિટલ સારવાર આપી શકે છે તે જાણવું થોડું મુશ્કેલ છે. આવો જાણીએ કે તમારા વિસ્તારની કઈ હોસ્પિટલ આ યોજનાનો લાભ આપી રહી છે.

આયુષ્માન યોજનામાં કઈ હોસ્પિટલ સામેલ :તમને જણાવી દઈએ કે, આ યોજનામાં તમામ સરકારી હોસ્પિટલોને સામેલ કરવામાં આવી છે. આ યાદીમાં ઘણી ખાનગી હોસ્પિટલો પણ સામેલ છે. તમે સરળતાથી જાણી શકો છો કે તમારા વિસ્તારમાં કઈ હોસ્પિટલ આ યોજનાનો લાભ આપી રહી છે.

આ રીતે ચેક કરો :સૌ પ્રથમ તમારે આયુષ્માન યોજનાની વેબસાઈટ પર ક્લિક કરવું પડશે. તે પછી તમારા રાજ્ય, જિલ્લા, હોસ્પિટલ અને અન્ય વિગતોને પસંદ કરો. તમામ વિગત ભરો અને પછી ક્લિક કરો કે તરત જ તમને તમારા વિસ્તારની તે હોસ્પિટલોની વિગતો મળશે જે આ યોજના હેઠળ નોંધાયેલ છે.

આયુષ્માન યોજના :કેન્દ્ર સરકારનો આશય છે કે, વરિષ્ઠ નાગરિકોને પૈસાની ચિંતા કર્યા વિના સારી આરોગ્ય સેવા મળે અને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. તમને જણાવી દઈએ કે, આ યોજનાને લાગુ થયાને 6 વર્ષ થઈ ગયા છે. આ યોજના 23 સપ્ટેમ્બર, 2018ના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવી હતી. 11 સપ્ટેમ્બરે કેન્દ્રએ સ્પષ્ટ કર્યું હતું કે, 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોઈપણ ભેદભાવ વિના આ યોજનાનો લાભ મળશે.

  1. આયુષ્માન ભારત AB-PMJAY : ભારતની હેલ્થકેર સફરમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન
  2. સિનિયર સીટીઝન આયુષ્યમાન ભારત યોજનાના લાભો કેવી રીતે મેળવી શકે ?

ABOUT THE AUTHOR

...view details