રિયાધ: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં વિદેશોમાં, ખાસ કરીને સાઉદી અરેબિયામાં દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેના વિશે. તમને જણાવી દઈએ કે ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ 29 અને 30 ઓક્ટોબરે સાઉદી અરેબિયાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રિયાધના લુલુ હાઈપર માર્કેટમાં દિવાળી તહેવારનું ઉદ્ઘાટન કરશે. સાથે સાથે તેઓ ભારતીય મૂળના લોકો સાથે પણ વાતચીત કરશે.
સાઉદી અરેબિયામાં પણ લોકો પોતાના ઘરોમાં રોશની કરે છે:ભારતની જેમ, સાઉદી અરેબિયામાં રહેતા હિન્દુઓ દિવાળીના તહેવાર પર તેમના ઘરોને રોશની કરે છે. આ ઉપરાંત અન્ય લોકો પણ અહીં તહેવારની ઉજવણી કરે છે. દિવાળી પર મોટી સંખ્યામાં લોકો તેલના દીવા અથવા મીણબત્તીઓ પ્રગટાવે છે. પરિવારના સભ્યો અને મિત્રોને પણ ભેટ આપે છે.
ભારતીય મૂળના લોકો રંગોળી બનાવે: એટલું જ નહીં, ભારતીય સમુદાયના લોકો ઘરોની બહાર રંગોળી બનાવે છે અને દિવાળી પર ઘરોને શણગારે છે. તેમજ ઘરની મહિલાઓ, પુરૂષો અને બાળકો બધા સાંજે તૈયાર થઈ જાય છે. ઘણા લોકો દિવાળીની પાર્ટીઓ પણ રાખે છે.