ETV Bharat / bharat

કાશ્મીરમાં શિયાળુ શૈક્ષણિક સત્રની વાપસી, ઓમર અબ્દુલ્લા સરકારે જાહેરાત કરી - KASHMIR WINTER ACADEMIC SESSION

જમ્મુ અને કાશ્મીર સરકારે કાશ્મીરમાં ઓક્ટોબર-નવેમ્બરના શૈક્ષણિક સત્રને પુનઃસ્થાપિત કર્યું છે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 31, 2024, 8:59 AM IST

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીર સરકારે બુધવારના રોજ કાશ્મીરમાં ઓક્ટોબર-નવેમ્બરના શૈક્ષણિક સત્રને પુનઃસ્થાપિત કર્યું છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં અહીં સિવિલ સચિવાલયમાં યોજાયેલી બીજી કેબિનેટ બેઠકમાં શિયાળુ સત્ર (નવેમ્બર-ડિસેમ્બર) પુનઃસ્થાપિત કરવાના નિર્ણયને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી.

શિયાળુ શૈક્ષણિક સત્ર : આ નિર્ણય બાદ શિક્ષણ મંત્રી સકીના ઇટ્ટુએ ETV Bharat ને જણાવ્યું કે, આ પગલું વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યું છે. ધોરણ 9 સુધી સત્ર પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના વર્ગો માટેનું સત્ર આવતા વર્ષથી બદલવામાં આવશે. "ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ આ વર્ષે માર્ચમાં પરીક્ષા આપશે," તેમણે દાવો કર્યો કે કાશ્મીરના વિદ્યાર્થીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા અને માર્ચ સત્રમાં તેમનો સમય બગડતો હતો.

અગાઉનો નિર્ણય અને તેનું કારણ : જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની આગેવાની હેઠળના વહીવટીતંત્રે 2022 માં શિયાળુ અને ઉનાળા બંને ઝોન માટે 'સમાન શૈક્ષણિક કેલેન્ડર' નું કારણ આપી શૈક્ષણિક સત્રને માર્ચ સત્રમાં સ્થાનાંતરિત કર્યું હતું. જોકે, કાશ્મીરમાં તીવ્ર ઠંડી અને હિમવર્ષાના કારણે શિયાળામાં ત્રણ મહિના શાળાઓ બંધ રહે છે, તેથી વાલીઓ અને નિષ્ણાતો તેની વિરુદ્ધ છે. તેમણે દલીલ કરી હતી કે ઓક્ટોબર-નવેમ્બર સત્ર કાશ્મીર ક્ષેત્રની હવામાન પરિસ્થિતિઓને અનુરૂપ છે અને શિયાળાના મહિનાઓમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે પૂરતો સમય આપે છે.

વહીવટીતંત્રના નિર્ણયને ઉલટાવ્યો : નવી સરકાર ચાર્જ સંભાળતાની સાથે છેલ્લા પાંચ વર્ષના એલજીના આદેશોને રિવર્સ કરવાનો આ પહેલો નિર્ણય છે. જમ્મુ અને કાશ્મીર પ્રાઈવેટ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ જીએન વારે કહ્યું કે, આ નિર્ણયથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે સરકાર જનતાની માંગણીથી વાકેફ છે અને તેમની સમસ્યાઓ ઘટાડવા માંગે છે. અગાઉના વહીવટીતંત્રના નિર્ણયને ઉલટાવવાનો આ પહેલો આદેશ છે. અમે આશા રાખીએ છીએ કે તે તમામ આદેશો જે જાહેર હિતની વિરુદ્ધ છે અને સંકુચિત વિચારણાઓને કારણે લેવામાં આવ્યા છે, તે રદ કરવામાં આવશે."

વાલીઓની પ્રતિક્રિયા : ઘાટીમાં ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓએ જૂના શૈક્ષણિક કેલેન્ડર પર પાછા ફરવાના નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું કે, તેનાથી વિદ્યાર્થી સમુદાયને રાહત મળશે. શ્રીનગરના નૌગામમાં બે બાળકોની માતા કુરાત-ઉલ-એને કહ્યું, "આ એક સારું પગલું છે. જૂનું શૈક્ષણિક સત્ર માર્ચ-એપ્રિલના સત્ર સાથે સુસંગત નથી અને તેનાથી વિદ્યાર્થીઓ પર બોજ વધશે.

  1. ઓમર અબ્દુલ્લા સરકાર કલમ ​​370 પર પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં
  2. જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું પ્રથમ સત્ર 4 નવેમ્બરે, સ્પીકરની થશે ચૂંટણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.