કેવડિયા: આજે 31 ઓકટોબર એટલે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી છે. જેમની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે આજે કેવડિયામાં ગ્રાન્ડ પરેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.જે દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા. જેમાં તેમણે એકતા અને પ્રેરણાની ભાવના પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, છેલ્લો દાયકા "ભારતની એકતા માટે અભૂતપૂર્વ સિદ્ધિઓ"થી ભરેલો રહ્યો છે અને સરકારની દરેક પહેલ અને મિશનમાં રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબિત થશે.
તેમણે કહ્યું કે, “સરદાર પટેલનો શક્તિશાળી અવાજ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેનો આ ભવ્ય કાર્યક્રમ, એકતા નગરનું આ મનોહર દૃશ્ય અને અહીંનું અદ્ભુત પ્રદર્શન 'મિની ઈન્ડિયાની આ ઝલક' આ બધું જ અદ્ભુત અને પ્રેરણાદાયી છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની જેમ જ 31મી ઓક્ટોબરની આ ઘટના સમગ્ર દેશને નવી ઉર્જાથી ભરી દે છે.
#WATCH | At the National Unity Day parade in Gujarat's Kevadia, Prime Minister Narendra Modi says " sardar patel's powerful voice, this grand program near statue of unity, this panoramic view of ekta nagar and the wonderful performances here, these glimpses of mini india,… pic.twitter.com/xjRvngrGMO
— ANI (@ANI) October 31, 2024
દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ દરમિયાન બોલતા વડાપ્રધાન મોદીએ 'વન નેશન વન ઈલેક્શન'નો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, આ સપનું સાકાર કરવાની દિશા છે. વિકસિત ભારત એક પગલું છે.
તેમણે કહ્યું કે, "આપણે હવે વન નેશન વન ઇલેક્શન તરફ કામ કરી રહ્યા છીએ, જે ભારતની લોકશાહીને મજબૂત કરશે, ભારતના સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરશે અને દેશ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં નવી ગતિ પ્રાપ્ત કરશે. આજે ભારત એક રાષ્ટ્ર તરીકે સિવિલ કોડ એટલે કે બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યું છે."
#WATCH | At the National Unity Day parade in Gujarat's Kevadia, Prime Minister Narendra Modi says " this time the national unity day has brought a wonderful coincidence. on one hand, today we are celebrating the festival of unity and on the other hand, it is also the festival of… pic.twitter.com/zLvr4nReGl
— ANI (@ANI) October 31, 2024
વડા પ્રધાને કહ્યું કે, "છેલ્લા 10 વર્ષ ભારતની એકતા અને અખંડિતતા માટે અભૂતપૂર્વ સિદ્ધિઓથી ભરેલા છે. આજે, સરકારની દરેક ક્રિયા અને દરેક મિશનમાં રાષ્ટ્રીય એકતા માટેની પ્રતિબદ્ધતા દેખાય છે. રાષ્ટ્રીય એકતા માટે સાચા ભારતીય તરીકે, આપણે પ્રયત્ન કરવો જોઈએ." આ દિશામાં થતા દરેક પ્રયાસો નવા સંકલ્પ, આશા અને ઉત્સાહ સાથે ઉજવવા જોઈએ. નવી શિક્ષણ નીતિની આ જ સાચી ઉજવણી છે. આ તેનું અદભૂત ઉદાહરણ છે, જેને દેશે ગર્વથી અપનાવ્યું છે."
સરદાર પટેલ અને ભારત વિશે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, "આજે સરદાર પટેલની 150મી જન્મજયંતિનું વર્ષ શરૂ થઈ રહ્યું છે અને દેશ આગામી બે વર્ષ સુધી આ સીમાચિહ્નરૂપ ઉજવણી કરશે. તે ભારતમાં તેમના અસાધારણ યોગદાનને શ્રદ્ધાંજલિ છે. આ સમયગાળો તેમની નોંધપાત્ર સિદ્ધિઓની ઓળખથી ભરેલો હશે અને સરકારની દરેક પહેલ અને મિશનમાં રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબિત થશે. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે વિશ્વના કેટલાક લોકોએ ભવિષ્યવાણી કરી હતી કે ભારતનું વિઘટન થશે. સેંકડો રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ થઈ શકે એવી તેમને કોઈ આશા નહોતી, પણ સરદાર સાહેબે કરી બતાવ્યું. આ શક્ય બન્યું કારણ કે સરદાર સાહેબ તેમના વર્તનમાં વાસ્તવિક, તેમના સંકલ્પમાં સત્યવાદી, તેમના કાર્યોમાં માનવતાવાદી અને તેમના લક્ષ્યોમાં રાષ્ટ્રવાદી હતા."
#WATCH | On 'Rashtriya Ekta Diwas', Prime Minister Narendra Modi says " the last 10 years have been full of unprecedented achievements for the unity and integrity of india. today, commitment to national unity is visible in every work, every mission of the government...as true… pic.twitter.com/11Lg9Ai3nO
— ANI (@ANI) October 31, 2024
PMએ કહ્યું કે, "આજે આખો દેશ ખુશ છે કે આઝાદીના સાત દાયકા પછી એક દેશ અને એક બંધારણનો સંકલ્પ પૂરો થયો છે. આ સરદાર સાહેબને મારી સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે. બાબા સાહેબ આંબેડકરનું બંધારણ આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું ન હતું. બંધારણના નામનો જપ કરનારાઓએ તેનું ખૂબ અપમાન કર્યું હતું. તેનું કારણ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની હતી. આ કલમ 370 કાયમ માટે દફનાવી દેવામાં આવી છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ભેદભાવ વગર મતદાન થયું હતું. પ્રથમ વખત ત્યાંના મુખ્યમંત્રીએ ભારતના બંધારણ પર શપથ લીધા છે. આ દ્રશ્યે ભારતીય બંધારણના નિર્માતાઓને ખૂબ જ સંતોષ આપ્યો હશે, તેમના આત્માને શાંતિ મળી હશે અને આ બંધારણના નિર્માતાઓને અમારી નમ્ર શ્રદ્ધાંજલિ છે."
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી બુધવારથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. પ્રથમ દિવસે તેમણે રૂપિયા 284 કરોડના પ્રોજેક્ટ અને નવા પ્રવાસી આકર્ષણોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. બુધવારે મોડી સાંજે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 99માં કોમન ફાઉન્ડેશન કોર્સનો ભાગ બનેલા ભારતની 16 સિવિલ સર્વિસીસ અને ભૂતાનની ત્રણ સિવિલ સર્વિસિસના અધિકારી તાલીમાર્થીઓને સંબોધિત કર્યા હતા.
આ પણ વાંચો: