ETV Bharat / bharat

RG કર વિવાદ: જૂનિયર ડોક્ટરોએ CBI કાર્યાલય સુધી મશાલ રેલી યોજી - KOLKATA RAPE AND MURDER CASE

પશ્ચિમ બંગાળ મેડિક્સ ફોરમ અને કેટલાંક નાગરિક સમાજ સંગઠનોએ સેક્ટર 1માં સીજીઓ કોમ્પ્લેક્સ સ્થિત સીબીઆઈ ઓફિસ સુધી રેલી કાઢી હતી.

જૂનિયર ડોક્ટરોએ CBI કાર્યાલય સુધી મશાલ રેલી યોજી
જૂનિયર ડોક્ટરોએ CBI કાર્યાલય સુધી મશાલ રેલી યોજી (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 31, 2024, 11:15 AM IST

કોલકાતા: સામાન્ય લોકોની સાથે આંદોલનકારી જુનિયર ડોકટરોએ બુધવારે સાંજે કોલકાતામાં મશાલ સરઘસ કાઢ્યું હતું. RG કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાને લઈને મૃતક ડૉક્ટર અને તેના પરિવારને ન્યાયની માગણી સાથે 9 ઑગસ્ટના રોજ ડૉક્ટરોએ અહીં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

પશ્ચિમ બંગાળ જુનિયર ડૉક્ટર્સ ફોરમના પ્રતિનિધિઓ અને અનેક નાગરિક સમાજ સંગઠનોએ સોલ્ટ લેકના સેક્ટર 3માં પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલ ઑફિસથી સેક્ટર 1માં CGO કૉમ્પ્લેક્સમાં CBI ઑફિસ સુધી રેલી કાઢી હતી. 'અમને ન્યાય જોઈએ છે' જેવા સૂત્રોચ્ચાર કરીને, પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે સીબીઆઈ બળાત્કાર-હત્યા કેસમાં તેની તપાસ જલ્દીથી પૂર્ણ કરે. આંદોલનકારી ડોકટરોમાંના એકે કહ્યું કે આ ઘટનાને લગભગ ત્રણ મહિના થઈ ગયા છે.

પશ્ચિમ બંગાળ સરકારે તેમની માંગણીઓ પૂરી કરવા માટે 24 કલાકની સમયમર્યાદા આપી ન હોવાથી જુનિયર ડોકટરોએ 5 ઓક્ટોબરની રાત્રે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથેની તેમની મુલાકાતના કલાકો બાદ 24 ઓક્ટોબરે તેમણે ભૂખ હડતાળ પાછી ખેંચી હતી.

CBI હજુ પણ કેસની તપાસ કરી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે સીબીઆઈ તેમની તપાસ ઝડપી કરે. 9 ઓગસ્ટના રોજ, RG કર હોસ્પિટલના સેમિનાર હોલમાંથી ફરજ પર રહેલા એક મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પગલે સમગ્ર પશ્ચિમ બંગાળમાં જુનિયર ડૉક્ટરોએ પીડિતાને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ હોસ્પિટલોમાં તબીબોને કડકક સુરક્ષા વ્યવસ્થાની માંગણી કરચા સમગ્ર પશ્ચિમ બંગાળમાં 'કામ બંધ કર્યું'.

મમતા સાથે બેઠક: જુનિયર ડોકટરોએ 5 ઓક્ટોબરની રાત્રે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. કારણ કે, પશ્ચિમ બંગાળ સરકારે તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટે 24 કલાકની સમયમર્યાદા આપી ન હતી. તેમણે 24 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે બેઠક કર્યાની થોડી જ કલાકો બાદ પોતાની ભૂખ હડતાળ સમેટી લીધી હતી.

  1. પશ્ચિમ બંગાળ: જુનિયર ડોકટરોની અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ 16મા દિવસે પણ ચાલુ
  2. પ.બંગાળમાં ડોક્ટરોની ભૂખ હડતાળ યથાવત, કહ્યું- "વિરોધ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે" - Trainee Doctor Rape Murder Case

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.