હૈદરાબાદ: તેલંગાણા સરકારે ફૂડ લવર્સની ફેવરિટ મેયોનેઝ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના તબીબી અને આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. આરોગ્ય મંત્રી દામોદર રાજા નસિમ્હાએ ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો અને તેથી ફૂડ સેફ્ટી કમિશનરે આ અંગે આદેશ જારી કર્યા છે.
મંત્રીએ રાજ્યમાં ત્રણ નવી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી અને પાંચ મોબાઈલ ફૂડ સેફ્ટી લેબોરેટરી સ્થાપવાનો આદેશ આપ્યો હતો. ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો ખાવાથી ઘણા લોકો ગંભીર રીતે બીમાર પડતાં હોવાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
બિરયાની, કબાબ, પિઝા, બર્ગર, સેન્ડવીચ અને અન્ય ફાસ્ટ ફૂડમાં મેયોનેઝને મોટાભાગે ચટણી તરીકે ખાવામાં આવે છે. તાજેતરની અપ્રિય ઘટનાઓથી શીખીને, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC)ના ખાદ્ય ભેળસેળ નિયંત્રણ વિભાગ સતર્ક થઈ ગયો છે. જીએચએમસીના અધિકારીઓએ સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે વારંવારની ચેતવણી છતાં હોટલ મેયોનીઝનો ઉપયોગ કરી રહી છે. તેણે આ પદાર્થ પર પ્રતિબંધ મૂકવાની પરવાનગી માંગી.
તાજેતરની અનિચ્છીનય ઘટનાઓ
રેશ્મા બેગમ, તેના બાળકો અને અન્ય લોકોએ નંદીનગર, બંજારા હિલ્સમાં દિલ્હી હોટ મોમોસની દુકાનમાં મેયોનીઝ અને ચટણી સાથે નોનવેજ મોમોઝ ખાધા. તે જ રાત્રે કેટલાક લોકોએ ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ કરી હતી. રવિવારે 31 વર્ષીય રેશ્મા બેગમની તબિયત બગડતાં તેમને NIMS હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય તમામને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
થોડા દિવસો પહેલા, અલવાલની ગ્રિલ હાઉસ હોટલમાં કેટલાક યુવાનોને ગુણવત્તાવગરનું મેયોનીઝ ખાવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલો એક અઠવાડિયા કરતા ઓછા સમય પહેલા પ્રકાશમાં આવ્યો હતો જ્યારે પાંચ લોકોને ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ સાથે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ વર્ષે 10 જાન્યુઆરીએ પણ આવી જ ઘટના બની હતી. એક જ હોટલમાં શાવરમા ખાનારા 20થી વધુ યુવાનોને 3-4 દિવસ બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કેટલાક લોકોના લોહીની તપાસ કરવામાં આવી હતી અને ડોકટરોએ તારણ કાઢ્યું હતું કે તેમની પાસે હાનિકારક સાલ્મોનેલા બેક્ટેરિયા છે. GHMCને ફરિયાદ મળી હતી કે તે હોટલમાં શાવરમા સારું નથી.
ઘણી હોટલોમાં ગુણવત્તાવગરના મેયોનેઝ જોવા મળે છે
GHMCને ટોલીચોકી, ચંદ્રયાંનગુટ્ટા, કટેદાન અને બંજારા હિલ્સની કેટલીક હોટલોમાં શાવરમા, મંડી બિરયાની અને બર્ગર વિશે ફરિયાદો મળી છે. બંજારા હિલ્સ અને જ્યુબિલી હિલ્સની પ્રખ્યાત હોટલ, પબ, બાર અને રેસ્ટોરન્ટમાં પણ ચીલાચાલું મેયોનીઝ મળી આવી છે. કાચો માલ હોવાને કારણે મેયોનેઝમાં હાનિકારક બેક્ટેરિયા વધે છે.
મેયોનેઝ ઇંડા જરદી, લીંબુનો રસ, તેલ અને મીઠુંમાંથી બનાવવામાં આવે છે. ફરિયાદો વધતાં સરકારે ઇંડા આધારિત મેયોનેઝ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો.