ન્યૂયોર્ક : સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે બુધવારના રોજ મધ્ય પૂર્વની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચાને સંબોધિત કરતી વખતે પેલેસ્ટિનિયન લોકો માટે તેનું સમર્થન વધારવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
"પેલેસ્ટિનિયન લોકો માટે વધુ કરવા તૈયાર છીએ" : ભારતીય પ્રતિનિધિ
પાર્વથાનેની હરીશે કહ્યું કે, "ભારત પેલેસ્ટિનિયન લોકો માટે વધુ કરવા તૈયાર છે. પેલેસ્ટાઈન માટે ભારતની વર્તમાન વિકાસ સહાય USD 120 મિલિયન જેટલી છે, જેમાં યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઈન રેફ્યુજીસ ઈન ધ નીયર ઈસ્ટ (UNWRA) માટે USD 37 મિલિયનનું સંચિત યોગદાન સામેલ છે. અમે આ વર્ષે 22 ઓક્ટોબરના રોજ UNRWA ને 6 ટન દવાઓ અને તબીબી પુરવઠોનો પ્રથમ હપ્તો પણ મોકલ્યો છે.
#IndiaAtUN
— India at UN, NY (@IndiaUNNewYork) October 30, 2024
PR @AmbHarishP delivered India’s statement at the @UN Security Council Open Debate on the Situation in Middle East. Highlights:
➡️ Reiterated 🇮🇳’s call for safe, timely and unimpeded humanitarian supply to the affected population. (1/4) pic.twitter.com/kMXV08i0H2
"ઇઝરાયેલમાં થયેલો આતંકવાદી હુમલો સ્પષ્ટ નિંદાને પાત્ર છે" : પાર્વથાનેની હરીશ
પાર્વથાનેની હરીશે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલાની સ્પષ્ટ નિંદા કરી હતી. વધુમાં તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા અને યુદ્ધવિરામ માટે હાકલ કરી અને ઉકેલ માટે સમર્થન વ્યક્ત કરતા કહ્યું કે, "હું તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા અને યુદ્ધવિરામ માટે ભારતના આહ્વાનને પુનરોચ્ચાર કરું છું... અમે બે-રાજ્ય ઉકેલને સમર્થન આપીએ છીએ, જેમાં પરસ્પર સંમત સરહદોની અંદર એક સાર્વભૌમ અને સ્વતંત્ર પેલેસ્ટાઈનની સ્થાપનાનો સમાવેશ થાય છે."
"ભારત શાંતિપૂર્ણ અને સ્થિર મધ્ય પૂર્વના વિઝનમાં અડીખમ છે" : પાર્વથાનેની હરીશ
પાર્વથાનેની હરીશે લાંબા ગાળાની શાંતિ અને સ્થિરતા જાળવવા માટે પ્રતિબદ્ધ વિશ્વસનીય ભાગીદાર તરીકે ભારતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સાથે જ આંતરરાષ્ટ્રીય સમુદાયને આ પ્રયાસોમાં એક થવા વિનંતી કરતા કહ્યું કે, "અમે આ પ્રયાસમાં આંતરરાષ્ટ્રીય સમુદાયના તમામ સભ્યોને પણ વિનંતી કરીએ છીએ. ભારત શાંતિપૂર્ણ અને સ્થિર મધ્ય પૂર્વના તેના વિઝનમાં તેના અડીખમ વિશ્વાસને રેખાંકિત કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે એક વિશ્વસનીય ભાગીદાર છે જે તમામ સંબંધિતો સાથે તેની જોડાણ ચાલુ રાખવા માટે તૈયાર છે.