બેંગલુરુ:કર્ણાટકના બેંગલુરુમાં 29 વર્ષની એક મહિલાની નિર્દયતાથી હત્યા કરીને તેના શરીરના ટુકડાઓ કરીને ફ્રિજમાં રાખી દિધા હતા. હત્યાની આ સનસનાટીભરી ઘટના વ્યાલિકાવલ થાણા વિસ્તારમાં આવતા મુનેશ્વરનગરની છે. પોલીસના જણાવ્યા મુજબ નેપાલી મૂળની મહાલક્ષ્મી નામની મહિલા આ વિસ્તારમાં આવેલ એક ઘરના પહેલા માળે રહેતી હતી. જ્યાં તેની હત્યા થઇ હતી.
પતિથી અલગ રહેતી હતી મહાલક્ષ્મી: પોલીસના જણાવ્યા મુજબ, મહિલા પરિણીત હતી અને અન્ય કારણોથી પોતાના પતિ હુકુમસિંહ રાણા અને બાળકોથી અલગ મુનેશ્વરનગરમાં રહેતા હતા. બાળકો નેલમંગલામાં રહેતા હતા. તે છેલ્લા 5 મહિનાથી એક ભાડાના મકાનમાં અલગ રહેતી હતી. ઘટનાની જાણ ત્યારે થઇ કે મહિલાની મા અને તેના પરિવારના સદસ્ય ઘરે આવ્યા હતા અને મહિલાનો ફોન બંધ આવતા તેમને શંકા ગઇ. પરંતુ સિનિયર પોલીસ અધિકારી અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે.
મહિલાને કાપીને ફ્રિજમાં રાખી: હત્યાની આ ઘટના થયા પછી એડિશનલ પોલીસ કમિશ્નર સતીશ કુમારે ઘટના સ્થળે પત્રકારો સાથે વાતચીત કરીને ઘટનાની માહિતી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટના આ વિસ્તારમાં આવેલ ઘરના પહેલા માળે બની હતી. તેઓએ 4થી 5ની વચ્ચે હત્યાની ઘટના બની હોવાની શંકા વ્યક્ત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ મહિલા બીજા રાજ્યથી આવીને બેંગલુરુમાં રહેતી હતી. પોલીસે કહ્યું કે, ઘટનાની સંપૂર્ણ તપાસ પછી જ પૂરી માહિતી મળશે. તમને જણાવી દઇએ કે મહિલાની હત્યા કરીને મૃતદેહના બધા ટુકડાઓ ફ્રિજમાં રાખી દીધા હતા.
બેંગલુરુમાં શ્રદ્ધા વોકર જેવી હત્યા (Etv Bharat) દુર્ગંધને રોકવા માટે કેમિકલનો છંટકાવ: પોલીસની પ્રાથમિક તપાસ જાણવામાં મળ્યું કે, મહિલાની હત્યાના થોડા દિવસો થઇ હતી. શંકાસ્પદ હત્યારાએ શરીરના ઘણા ટુકડા કરી દીધા અને તેને રેફ્રિજરેટરમાં રાખ્યો. શરીરના વિચ્છેદ થયેલા અંગોમાંથી આવતી દુર્ગંધને રોકવા માટે કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. મહિલાની હત્યા કર્યા બાદ આરોપી ઘરને તાળું મારીને ભાગી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાનો ભોગ બનનારનો ફોન 2 સપ્ટેમ્બરે સ્વીચ ઓફ હતો. પોલીસ તપાસ મુજબ હત્યા તે જ દિવસે થઈ હશે.
મહાલક્ષ્મીની સ્ત્રી મિત્ર મેરીએ શું કહ્યું?:સ્થાનિક રહેવાસી મેરીએ ઘટના વિશે જણાવ્યું કે મહાલક્ષ્મી નામની મહિલા તાજેતરમાં જ તેની મિત્ર બની હતી. જો કે, તેણી વધુ બોલતી ન હતી અને ઘરે એકલી રહેતી હતી. મેરીએ જણાવ્યું કે મહિલાનો મોટો ભાઈ ત્યાં થોડા દિવસ રહ્યો. તેના ગયા બાદ તે ઘરમાં એકલી રહેતી હતી.
મહાલક્ષ્મી પરિણીત હતી, એકલી રહેતી હતી:તેણે કહ્યું કે, હવે તેને ખબર પડી કે મહાલક્ષ્મીના લગ્ન થઈ ગયા છે. મેરીએ વધુમાં કહ્યું, 'મહાલક્ષ્મી અહીં પાંચ મહિનાથી રહેતી હતી. તે સવારે 9.30 વાગે ઘરેથી નીકળતી અને રાત્રે 10 વાગે ઘરે પરત આવતી. મેરીએ જણાવ્યું કે આજે તેની માતા અને મોટી બહેન આવ્યા હતા. જ્યારે પરિવારજનો ઘરમાં પ્રવેશ્યા ત્યારે તેઓને દુર્ગંધ આવવા લાગી. જ્યારે માતા અને બહેને ફ્રિજ ખોલ્યું ત્યારે તેઓએ ચીસો પાડી. જ્યારે પૂછવામાં આવ્યું કે શું થયું તો તેણે કહ્યું કે શરીરના ટુકડા કરી રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:
- આઈફોનનો ચશ્કો આ અમદાવાદીને મુંબઈ લઈ ગયો, 21 કલાકથી લાઇનમાં ઊભા રહીને જોઈ રાહ - A man waiting for iphone
- JK ની સીમાઓ શાંતિપૂર્ણ છે કારણ કે પાકિસ્તાન PM મોદીથી ડરે છેઃ પુંછમાં બોલ્યા અમિત શાહ - JK Assembly elections 2024