ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપ્યું, આતિશીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો - delhi cm arvind kejriwal resign - DELHI CM ARVIND KEJRIWAL RESIGN

અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2024, 3:55 PM IST

Updated : Sep 17, 2024, 6:53 PM IST

નવી દિલ્હી:દિલ્હી માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહ્યો. કારણ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે 4.30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળીને રાજીનામું આપી દીધી છું. આ પહેલા ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. અરવિંદ કેજરીવાલે મંગળવારે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર તમામ ધારાસભ્યો સહમત થયા હતા. આ પછી નવા સીએમ માટે આતિશીના નામની જાહેરાત કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે 13 સપ્ટેમ્બરે દારૂ નીતિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ કેજરીવાલે 15 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'હવે જનતાએ નક્કી કરવું જોઈએ કે હું ઈમાનદાર છું કે બેઈમાન. જો જનતા એ ડાઘ ધોઈ નાખશે અને વિધાનસભાની ચૂંટણી જીતશે તો હું ફરીથી ખુરશી પર બેસીશ.

LIVE FEED

6:49 PM, 17 Sep 2024 (IST)

દિલ્હી: આપના સંયોજક અરવિંદ કેજરીવાલ હવે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બની ગયા છે. ત્યારે AAP નેતા અને દિલ્હીના CM પદ માટે ચૂંટાયેલા આતિશીએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સામે સરકાર બનાવવાનો દાવો કર્યો.

5:36 PM, 17 Sep 2024 (IST)

વિશ્વના લોકતાંત્રિક ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ મુખ્ય પ્રધાને આવો નિર્ણય લીધો....આતિશી

વિશ્વના લોકતાંત્રિક ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ મુખ્ય પ્રધાને એવો નિર્ણય લીધો હોય કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમના માટે પૂરતો નથી, જ્યાં સુધી જનતાની અદાલત પોતાનો નિર્ણય નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્ય પ્રધાનની ખુરશી પર બેસશે નહીં.

5:13 PM, 17 Sep 2024 (IST)

કેજરીવાલે જે કહ્યું તે કરી બતાવ્યું: આપ નેતા ગોપાલ રાય

દિલ્હીના મંત્રી અને AAPના નેતા ગોપાલ રાયે જણાવ્યું હતું કે, "જેલમાંથી આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે જ્યાં સુધી દિલ્હીના લોકો તેમને ફરીથી સમર્થન નહીં આપે અને તેમને જીતાડશે નહીં ત્યાં સુધી તેઓ સીએમ પદ પર નહીં બેસશે. આજે તેમણે પોતાનું રાજીનામું લેફ્ટનન્ટ ગવર્નરને સોંપ્યું છે.

4:01 PM, 17 Sep 2024 (IST)

દિલ્હીુના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ કહ્યું અરવિંદ કેજરીવાલનું સ્વાગત છે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ કહ્યું, "મુખ્યમંત્રી (અરવિંદ કેજરીવાલ) મને સાંજે 4.30 વાગ્યે મળવા આવી રહ્યા છે અને તેમનું સ્વાગત છે. આતિષીના નામની ભલામણ કરવામાં આવી છે. આ વિધાનસભાની પ્રક્રિયા છે. તેમને ધારાસભ્યો દ્વારા ચૂંટવામાં આવ્યા છે. તેમનું પણ સ્વાગત છે..."

Last Updated : Sep 17, 2024, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details