નવી દિલ્હીઃદરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. સરકારી યોજનાઓનો લાભ લેવાથી લઈને બેંકિંગ સેવાઓ સુધી, આધાર જરૂરી છે. આધાર વિના તમારા માટે સરકારી યોજનાઓનો લાભ મેળવવો મુશ્કેલ બની જાય છે, એટલું જ નહીં, જો કોઈના આધારમાં કોઈ ભૂલ કે ખોટી માહિતી હોય તો તે તમારા માટે મોટી સમસ્યા બની શકે છે.
તાજેતરમાં, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડમાં નામ સુધારવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. આ ફેરફારોનો હેતુ સુરક્ષા વધારવાનો અને આધાર આધારિત છેતરપિંડી અટકાવવાનો છે.
નામ બદલવાની મર્યાદિત તકો
નવા નિયમો હેઠળ, UIDAIએ આધાર કાર્ડમાં નામ સુધારણા માટેની તકોને મર્યાદિત કરી છે. હવે યુઝર્સ આધારમાં પોતાનું નામ માત્ર બે વાર બદલી શકશે. આ કારણે હવે યુઝર્સ આધાર બનાવતી વખતે વધુ સચેત રહેશે.
ગેજેટ નોટિફિકેશન ફરજિયાત રહેશે
નવા ફેરફારો પછી, હવે વપરાશકર્તાઓ માટે આધાર કાર્ડમાં નામ બદલવા માટે ગેજેટ સૂચના રજૂ કરવી ફરજિયાત રહેશે. પછી તે વપરાશકર્તાઓના નામોમાં નાના ફેરફારો હોય અથવા સંપૂર્ણ નામ બદલવું. બંને પરિસ્થિતિઓમાં તેને ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે.