ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CBIએ દિલ્હીના દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કરી ચાર્જશીટ દાખલ - charge sheet filed against Kejriwal - CHARGE SHEET FILED AGAINST KEJRIWAL

CBIએ સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. હાલ તેઓ CBI સાથે જોડાયેલા કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. સંપૂર્ણ બાબત જાણવા માટે વાંચો આ અહેવાલ. charge sheet filed against Kejriwal

ચાર્જશીટ સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં દાખલ કરવામાં આવી
ચાર્જશીટ સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં દાખલ કરવામાં આવી (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 29, 2024, 3:50 PM IST

નવી દિલ્હી: CBIએ સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટ સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ પહેલા EDએ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરી છે. કેજરીવાલને ED કેસમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. અને હાલમાં તેઓ CBI કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

EDએ 21 માર્ચે મોડી સાંજે કેજરીવાલની ધરપકડ કરી:વાસ્તવમાં, 21 માર્ચે અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ દ્વારા ધરપકડથી રક્ષણ ન મળ્યા બાદ EDએ 21 માર્ચે જ મોડી સાંજે કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલે સીબીઆઈની ધરપકડ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી હતી, તમને જણાવી દઈએ કે આ મુદ્દે હાઈકોર્ટે 17 જુલાઈએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ કેસમાં સીએમ કેજરીવાલ ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, AAP સાંસદ સંજય સિંહ અને BRS નેતા કે. કવિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. જો કે આ કેસમાં સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

ખાસ પરિસ્થિતિમાં ખાસ જરૂર:આ પહેલા 26 જુલાઈએ હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાં અઠવાડિયામાં બે વાર તેમના વકીલને મળવાની મંજૂરી આપી હતી. જસ્ટિસ નીના બંસલ ક્રિષ્નાએ કહ્યું કે, ખાસ પરિસ્થિતિમાં ખાસ જરૂર છે. ન્યાયી સુનાવણી અને અસરકારક કાનૂની પ્રતિનિધિત્વના મૂળભૂત અધિકારને ધ્યાનમાં રાખીને, જેલમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બે વધારાની બેઠકોની મંજૂરી આપવામાં આવી છે.

  1. કેજરીવાલની CBI ધરપકડ કેસમાં આજે નિર્ણય, વચગાળાના જામીન પર પણ આજે આવશે ચુકાદો - cm arvind kejriwal bail hearing
  2. મીડિયા સાથે વાત કરતી વખતે કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીના નાકમાંથી લોહી નીકળ્યું - UNION MINISTER HD KUMARASWAMY

ABOUT THE AUTHOR

...view details