કોઝિકોડ (કેરળ): ચૂંટણીમાં જીત બાદ પ્રથમ વખત કેરળની બે દિવસીય મુલાકાતે પહોંચેલ વાયનાડના કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે ભાજપ પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે, તેઓ રાજનૈતિક લડાઇમાં સામાન્ય લોકતાંત્રિક ધોરણોનું પાલન કરતી નથી.
પ્રિયંકાએ ભાજપના વર્તનની તુલના વાયનાડમાં જુલાઈમાં થયેલા ભૂસ્ખલન સાથે કરી હતી અને કહ્યું હતું કે, કુદરતી આફતની જેમ, ભાજપનું વર્તન કોઈપણ નિયમો અને કોઈપણ લોકશાહી ધોરણોનું પાલન કરતું નથી. જે સામાન્ય રીતે રાજકીય લડાઈમાં અનુસરવામાં આવે છે.
અહીં મુક્કમમાં તેમના ભાઈ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે સંયુક્ત જાહેર સભાને સંબોધતા પ્રિયંકાએ કહ્યું કે, “આજે આપણે (ભાજપ તરફથી) જે રાજકીય પડકારોનો સામનો કરી રહ્યા છીએ. તે ભૂસ્ખલન જેવા છે. તેમની પાસે કોઈ નિયમો નથી."
તેમણે કહ્યું કે, " (કેન્દ્રમાં) શાસક પક્ષ ભાજપનું વર્તન કોઈ લોકતાંત્રિક ધોરણોનું પાલન કરતું નથી, આમ પણ આપણે સામાન્ય રીતે રાજકીય લડાઈમાં જે ધોરણોનું પાલન કરીએ છીએ તે પણ નથી.
પ્રિયંકાએ વાયનાડ લોકસભા મતવિસ્તારના લોકોને આશ્વાસન આપ્યું કે, તેઓ સંસદમાં તેમનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે, "હું સંસદમાં તમારો અવાજ ઉઠાવીશ, હું તમારી સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરીશ. તમારા વિશ્વાસ, મૂલ્યો અને આકાંક્ષાઓ છે તેના માટે હું ઉભી રહીશ."
કોંગ્રેસે કહ્યું કે, અહીં તિરુવંબાડી વિધાનસભા ક્ષેત્રમાં મુકકમ ખાતે જાહેર સભા પછી, પ્રિયંકા ગાંધી માટે નિલામ્બુરના કરુલાઈ, વંદૂર અને એર્નાડમાં એડવન્નામાં સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવશે. પ્રિયંકાએ તાજેતરની વાયનાડ લોકસભા પેટાચૂંટણી 4,10,931 મતોના વિશાળ માર્જિનથી જીતીને તેની પ્રથમ ચૂંટણી જીત નોંધાવી હતી.
આ પણ વાંચો:
- કોલેજ સ્ટુડન્ટ માટે UGCનો ખાસ પ્રોગ્રામ, વિદ્યાર્થી ઈચ્છા મુજબ UG કોર્ષ લંબાવી કે ટૂંકાવી શકશે
- આખરે શું ઈચ્છે છે એકનાથ શિંદે... બેઠક છોડી સતારા નીકળી ગયા? CM પદની રેસને લઈને ખેંચતાણ વધી