બેંગલુરુ:કર્ણાટકના બેંગલુરુમાં લોન ન ચૂકવવા બદલ એક વ્યક્તિની 17 વર્ષની પુત્રી પર કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પીડિતાના પરિવારે મદનાયકહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અમાનવીય ઘટના બેંગલુરુ ઉત્તર તાલુકાના મદનાયકહલ્લી પોલીસ સ્ટેશનમાં રવિવારે બની હતી. પીડિતાની ફરિયાદના આધારે આરોપી રવિકુમાર (39)ની ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, પીડિત યુવતીના પિતાએ આરોપી પાસેથી 70 હજાર રૂપિયાની લોન લીધી હતી. તેમાંથી તેણે 30 હજાર રૂપિયા ચૂકવી દીધા હતા. બાકીના રૂપિયા 40 હજાર અને વ્યાજ ચૂકવવા આરોપી પરિવારને હેરાન કરતો હતો.