નવી દિલ્હી : "બેટી બચાઓ બેટી પઢાઓ" પહેલના 10 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે, આ પહેલે લિંગ ભેદભાવને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સાથે જ છોકરીઓને શિક્ષણ અને તેમના સપના પૂરા કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વાતાવરણ પણ બનાવ્યું છે.
"બેટી બચાવો બેટી પઢાઓ" : વર્ષ 2015 ની 22 જાન્યુઆરીના રોજ હરિયાણાના પાણીપતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા "બેટી બચાવો બેટી પઢાઓ" યોજના શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય જીવન ચક્ર દરમિયાન ઘટતા બાળ જાતિ ગુણોત્તર (CSR) અને મહિલા સશક્તિકરણ સંબંધિત મુદ્દાઓને સંબોધવાનો છે. તેમાં તમામ ક્ષેત્રોના લોકોએ ભાગ લીધો છે.
Today we mark 10 years of the #BetiBachaoBetiPadhao movement. Over the past decade, it has become a transformative, people powered initiative and has drawn participation from people across all walks of life.
— Narendra Modi (@narendramodi) January 22, 2025
કલ્યાણકારી યોજનાના 10 વર્ષ પૂર્ણ : આ યોજનાના 10 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા કહ્યું,'આજે આપણે બેટી બચાવો, બેટી પઢાઓ આંદોલનના 10 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ.' છેલ્લા દાયકામાં તે એક પરિવર્તનકારી લોકો-સંચાલિત પહેલ બની છે. આ અભિયાન લિંગ ભેદભાવને દૂર કરવામાં મદદરૂપ રહ્યું. સાથે જ છોકરીઓને તેમના સપના પૂરા કરવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વાતાવરણ ઊભું કર્યું છે.
લિંગ સમાનતાનો ઉદેશ્ય પાર પડ્યો : પીએમ મોદીએ પોસ્ટમાં કહ્યું, "લોકો અને વિવિધ સમુદાય સેવા સંગઠનોના સમર્પિત પ્રયાસોને કારણે 'બેટી બચાવો, બેટી પઢાઓ' એ નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ઐતિહાસિક રીતે ઓછા બાળ જાતિ ગુણોત્તર ધરાવતા જિલ્લાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સાથે જ જાગૃતિ અભિયાનોએ લિંગ સમાનતાના મહત્વની ઊંડી સમજણ ઉભી કરી છે."
Thanks to the dedicated efforts of the people and various community service organisations, #BetiBachaoBetiPadhao has achieved remarkable milestones. Districts with historically low child sex ratios have reported significant improvements and awareness campaigns have instilled a…
— Narendra Modi (@narendramodi) January 22, 2025
વડાપ્રધાન મોદીએ કહ્યું, 'હું તે બધા હિસ્સેદારોની પ્રશંસા કરું છું જેમણે આ ચળવળને પાયાના સ્તરે જીવંત બનાવી છે.' ચાલો આપણે આપણી દીકરીઓના અધિકારોનું રક્ષણ કરતા રહીએ, તેમનું શિક્ષણ સુનિશ્ચિત કરીએ અને એક એવો સમાજ બનાવીએ જ્યાં તેઓ કોઈપણ ભેદભાવ વિના પ્રગતિ કરી શકે. સાથે મળીને આપણે ખાતરી કરી શકીએ છીએ કે આવનારા વર્ષો ભારતની દીકરીઓ માટે વધુ પ્રગતિ અને તકો લાવે.