ETV Bharat / state

રાજધાનીમાં છવાયો મણિયારો રાસ, દેશભરમાંથી ટેબ્લોના કલાકારોમાં મેળવ્યો ત્રીજો ક્રમ - MANIYARO RAAS

દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણી પૂર્વે દેશભરમાંથી અલગ-અલગ થીમ આધારિત ટેબ્લોના કલાકારોએ સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમો રજૂ કર્માંયા હતાં જેમાં ગુજરાતના મણિયારા રાસ નૃત્યએ ત્રીજો ક્રમ મેળવ્યો.

Etv Bhaનવી દિલ્હીમાં યોજાયેલા ટેબ્લોના કલાકારોના સાંસ્કૃતિક નૃત્યમાં ગુજરાતના મણિયાર રાસનો ત્રીજો નંબરrat
નવી દિલ્હીમાં યોજાયેલા ટેબ્લોના કલાકારોના સાંસ્કૃતિક નૃત્યમાં ગુજરાતના મણિયાર રાસનો ત્રીજો નંબર (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 22, 2025, 3:13 PM IST

ગાંધીનગર: ૭૬મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનારી છે. જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ કરાશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા ૨૧મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાતના ટેબ્લો સાથે આવેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમ ત્રીજા ક્રમે વિજેતા બન્યું છે, જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.

ભારત સરકાર દ્વારા યોજાનાર ગણતંત્ર દિવસની ઉજવણીમાં વિવિધ રાજ્યો દ્વારા પ્રતિવર્ષ ટેબ્લો રજૂ કરવામાં આવે છે. આ રાજ્યોના માધ્યમથી સાંસ્કૃતિક દ્રષ્ટિએ પ્રતિનિધિત્વ કરતા કલાકારો દ્વારા રાષ્ટ્રીય રંગશાળા શિબિર દિલ્હી કેન્ટોન્મેન્ટ ખાતેના “ઝંકાર હોલ”ખાતે સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગુજરાત ત્રીજા ક્રમે, ગોવા પ્રથમ ક્રમે અને ઉતરાખંડ બીજા ક્રમે વિજેતા બન્યું હતું. જ્યારે પ્રોત્સાહક ઇનામ પશ્ચિમ બંગાળને મળ્યું હતું.

ઉલ્લેખનીય છે, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પારંપારિક નૃત્યો યોજાયા હતા. જેમાં ચાર ઇનામોની જાહેરાત કરાઈ હતી. જેમાં ગુજરાતના પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ને ત્રીજો ક્રમ મળ્યો હતો. આ કાર્યક્રમના અંતે રાજ્ય સરકાર વતી સાંસ્કૃતિક ગ્રુપના કલાકારોએ ટ્રોફી સ્વીકારી હતી.

  1. ઈન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો, કચ્છના આકાશમાં કરશે કરતબ...
  2. અંડર 14ના ક્રિકેટ ખેલાડીઓ માટે ભાવનગરમાં ટુર્નામેન્ટનું આયોજન, જાણો ટુર્નામેન્ટની સંપૂર્ણ માહિતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.