વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાની 101મી જન્મતિથિએ નીકળી શાંતિ રેલી - રશિયા યુક્રેન યુદ્ધ
🎬 Watch Now: Feature Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મોદીની 101મી જન્મતિથિએ(birth anniversary of Prime Minister Narendra Modi father) સાઈ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ પીસ રેલીનું(World Peace Rally by Sai Foundation) આયોજન કરવામાં આવ્યું હતું. જે ગાંધી આશ્રમથી નીકળીને નડાબેટ(Leaving Gandhi Ashram to Nadabet) જશે. ખરેખરમાં 1 જુલાઈએ અમદાવાદના ગાંધી આશ્રમથી લેહ લદ્દાખ સુધી વર્લ્ડ પીસ રેલી(World Peace Rally) યોજાવાની છે. જે 5 હજાર કિલોમીટરથી વધુની સફર નક્કી કરશે. જે 5 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થશે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા કરતારપુર થઈને લદાખ પહોંચશે. આ રેલીનો મુખ્ય હેતુ વિશ્વમાં શાંતિ જળવાય અને યુદ્ધ ન થાય તે માટેનો છે. આજની મોક રેલી 1 જુલાઈની રેલી અગાઉ આજે ગાંધી આશ્રમથી 10 ગાડીઓ અને 30 વ્યક્તિઓ સાથે મોક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ગાંધી આશ્રમથી બનાસકાંઠાના નડાબેટ જશે. વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે જગદંબાના મંદિરે વડાપ્રધાનની દીર્ઘાયુ અને સુરક્ષા માટે પ્રાર્થના કરશે. આજની રેલી કુલ 470 કિલોમીટરનું અંતર કાપશે. વિશ્વ શાંતિ રેલીની જરૂરિયાત વર્તમાનમાં રશિયા યુક્રેન યુદ્ધ(Russia Ukraine war), દેશની આંતરિક પરિસ્થિતિ, પડોશી દેશોના સંબંધમાં શાંતિ જળવાય તે માટે આ રેલીનું મહત્વ વધી જાય છે. આ રેલીને ચેરિટી કમિશનરે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.