સ્વામીનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મહિલા સંમેલનનું આયોજન યોજાયું - Swaminarayan Temple
🎬 Watch Now: Feature Video
અરવલ્લી :મોડાસા BAP સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે મહિલા સંમેલન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો માટે મંદિર સંચાલકો તેમજ સંતો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.કાર્યક્રમના પ્રથમ દિવસે મહિલાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભગવાન સ્વામિનારાયણ સંદેશાને ભક્તિ રસ સ્વરૂપે પીરસ્યા હતા.